Saturday, April 25, 2026

Fact Check

CM અશોક ગહેલોતે ફટાકડા ફોડવાની ના પાડી અને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસીંગ ભૂલીને નમાઝ અદા કરી હોવાનો ભ્રામક દાવો વાયરલ

banner_image

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ગેહલોત કેટલાક મૌલાનાઓ સાથે જોઇ શકાય છે. વીડિયો શેર કરનાર વપરાશકર્તાનો દાવો છે કે સીએમ ગેહલોતે રાજસ્થાનમાં દિવાળીના ફટાકડા પર પ્રતિબંધ મૂક્યા બાદ મસ્જિદમાં નમાઝ અદા કરી હતી, તેમજ તેમણે માસ્ક નથી પહેર્યુ કે નથી સોશિયલ ડિસ્ટન્ટનુ પાલન કર્યુ

Facebook Twitter

Factcheck / Verification

દેશ પહેલેથી જ કોરોનાવાયરસ જેવા જીવલેણ રોગ સામે લડી રહ્યો છે, નિષ્ણાતો માને છે કે પ્રદૂષણથી કોરોનાવાયરસ ચેપનું જોખમ હજી વધુ વધી શકે છે, તેથી દેશની ઘણી રાજ્ય સરકારોએ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સએ સરકારના આ નિર્ણયને યોગ્ય કહીને સમર્થન આપી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સરકારના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

દરમિયાન, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતનો વીડિયો ફેસબુક પર શેર કરીને કહેવામાં આવી રહ્યું છે કે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યા બાદ તે મસ્જિદમાં નમાઝ પઢવા પહોંચ્યા હતા. વાયરલ થયેલા વિડીયોને નજીકથી જોયા પછી, અમને જાણવા મળ્યું છે કે કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેરેલો નથી,જે બાદ અમે અમારી તપાસ શરૂ કરી.

તપાસ દરમિયાન, અમે પહેલા ગૂગલ પર વાયરલ વિડિઓઝને થોડા કીફ્રેમ્સમાં રિવર્સ ઇમેજ ટૂલ દ્વારા શોધવાનું શરૂ કર્યું. જેમાં M.G Fashion નામની યુટ્યુબની ચેનલ પર વાયરલ થયેલ વિડિઓ મળી આવે છે, જે 5 ફેબ્રુઆરી 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતી.

ઉપરોક્ત યુટ્યુબ ચેનલ પર જોવા મળેલ વિડિઓ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ થયેલો વિડિઓ હાલના સમયનો નથી. વિડિઓ વિશે સચોટ માહિતી મેળવવા માટે, અમે ગૂગલ કીવર્ડ સર્ચ SocialFun Tube યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિઓ ક્લિપનો સંપૂર્ણ વિડિઓ મળી ગયો. વિડિઓ અહીં 29 જાન્યુઆરી 2019 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતી.

https://youtu.be/-dkvDqaPqYo

આ સિવાય અમને વીડિયોની માહિતી રાજસ્થાન કોંગ્રેસની વેબસાઇટ પર પણ જોવા મળે છે. જે મુજબ, 28 જાન્યુઆરી 2019 ના રોજ સીએમ ગેહલોત રાજસ્થાનના ડુંગરપુરના પ્રવાસ પર ગયા હતા. આ સમય દરમિયાન, તેમણે ગલિયાકોટ સ્થિત પ્રાચીન શીતલા મંદિર તેમજ ગાલીયાકોટની દરગાહમાં દર્શન અને પૂજા-અર્ચના કરી.

આ ઉપરાંત CM ગહેલોતના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પરથી પણ 28 જાન્યુઆરી 2019ના ડુંગરપુર પ્રવાસ અંગે માહિતી તેમજ કેટલીક તસ્વીર પણ શેર કરેલ છે. જે પરથી સાબિત થાય છે, વાયરલ વિડિઓ હાલના સમયનો નહીં પરંતુ 2019નો છે.

https://www.facebook.com/AshokGehlot.Rajasthan/posts/2055559281236708/

Conclusion

વાયરલ વિડિઓ ક્લિપની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વિડિઓ ક્લિપ તાજેતરની નથી પરંતુ વર્ષ 2019 માં જ્યારે સીએમ અશોક ગેહલોતે રાજસ્થાનના ડુંગરપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગલિયાકોટ સ્થિત પ્રાચીન શીતલા શીતલા મંદિરની મુલાકાત લીધી અને મઝાર ફાખરી દરગાહ ખાતે પૂજા-અર્ચના કરી હતી.

Result :- False


Our Source
CM ગહેલોત
રાજસ્થાન કોંગ્રેસ
https://www.youtube.com/watch?v=-dkvDqaPqYo

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage