Fact Check
ABP ન્યુઝ પર શાહપુરમાં થયેલ પથ્થરમારામાં વેસ્ટબંગાલનો વિડિઓ બતાવવામાં આવ્યો…
Claim :-
અમદાવાદમાં સંપૂર્ણપણે કડક લોકડાઉન જાહેર કરાયેલુ છે. આમ છતા શાહપુર રંગીલા પોલીસ ચોકી વિસ્તારમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં સ્થાનિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. આ મુદ્દે ABP ASMITA ગુજરાતી ન્યુઝ ચેનલ દ્વારા ખબર પ્રકાશિત કરવામાં આવી હતી, આ ખબર સાથે એક વિડિઓ ફૂટેજ બતાવવામાં આવી હતી જે વિડિઓ પર ટ્વીટર પર એક યુઝર્સ દ્વારા ટ્વીટ કરી આ વિડિઓ કોલકતાનો હોવાનું જણાવવામાં આવ્યું હતુ. ઉપરાંત આ ન્યુઝ કલીપ વોટસએપ પર પણ અમદાવાદના શાહપુર વિસ્તારના હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
Fact check :-
આ વાયરલ ન્યુઝની સત્યતા જાણવા માટે કીવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે, જે મુજબ અમદાવાદ શાહપુર વિસ્તારમાં લોકડાઉનનું પાલન કરાવવા માટે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં સ્થાનિકો દ્વારા પોલિસ કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં ચાર પોલીસકર્મી ઘવાયા હતા.
ત્યારબાદ વાયરલ ન્યુઝ કલીપમાં જે વિડિઓ કોલકતાનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તેના પર કીવર્ડ સાથે સર્ચ કરતા વેસ્ટ બંગાલમાં થયેલ પોલીસ ઘર્ષણ પર કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવે છે. જે મુજબ કોલકતાના હાવરા જિલ્લામાં લોકડાઉન નો ભંગ કરાતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ ગંભીર રીતે ઘવાયા હતા, જે બાદ RAF નો કાફલો દોડી આવ્યો હતો.


ત્યારબાદ આ મુદ્દે ANI દ્વારા કરવામમાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં વેસ્ટબંગાળમાં થયેલ હિંસા મુદ્દે વિડિઓ શેયર કરવામાં આવ્યો છે. જયારે ABP ન્યુઝ ગુજરાતી દ્વારા આ વિડિઓ સાથે આ ઘટના અમદાવાદના શાહપુર વિસ્તારની હોવાના દાવા સાથે પબ્લિશ કરવામાં આવી હતી.
ઉપરાંત BJP બંગાલ ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પરથી પણ આ ઘટનાનો વિડિઓ શેયર કરવામાં આવ્યો છે.
Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામો સાબિત કરે છે કે ABP ન્યુઝ દ્વારા શાહપુરની ઘટના સાથે જે વિડિઓ રજૂ કરવામાં આવ્યો છે તે વેસ્ટબંગાળમાં પોલીસ પર થયેલ પથ્થરમારા ના દર્શ્યો છે. જયારે શાહપુરમાં થયેલ પથ્થરમારા ના દર્શ્યો આપણે અન્ય ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ પર જોવા મળે છે. તેમજ આ બન્ને જગ્યા પર થયેલ પથ્થરમારાની ઘટનામાં અમદાવાદમાં ચાર પોલીસકર્મી તો વેસ્ટબંગાળમાં બે પોલીસકર્મી ઘવાયા હતા.
source:-
facebook
twitter
youtube
news reports
Ani
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)




