Fact Check
સુધા મૂર્તિ ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડરના પત્ની શાકભાજી વહેંચી રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
“અબજો કમાતી કંપનીની માલકિન પલાઠી વાળીને શાકભાજી વેચવા બેઠી, ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થતાં ચારેકોર ચર્ચા થઈ” infosys કંપનીના ફાઉન્ડરના પત્ની સુધા મૂર્તિ, સોશ્યલ મીડિયા પર એક તસ્વીરમાં તેઓ શાકભાજીના ઢગ વચ્ચે બેઠેલા જોવા મળે છે. આ સાથે વાયરલ પોસ્ટમાં દાવો કરાયો છે, સુધા “અબજો કમાતી કંપનીની માલકિન પલાઠી વાળીને શાકભાજી વેચવા બેઠી, ઈન્ટરનેટ પર તસવીર વાયરલ થતાં ચારેકોર ચર્ચા થઈ” infosys કંપનીના ફાઉન્ડરના પત્ની સુધા મૂર્તિ, સોશ્યલ મીડિયા પર એક તસ્વીરમાં તેઓ શાકભાજીના ઢગ વચ્ચે બેઠેલા જોવા મળે છે. આ સાથે વાયરલ પોસ્ટમાં દાવો કરાયો છે, સુધા મિસ્ત્રી “પોતાનું અહંકાર તોડવા વર્ષ માં એક વખત સુધા મૂર્તિ (ઈન્ફોસીસ) આવી રીતે મંદિરની બહાર શાકભાજી વેચે છે” ફેસબુક – ટ્વીટર ઉપરાંત gujjunews અને patelsamaj વેબસાઈટ પર વાયરલ દાવા સાથે આર્ટિકલ પણ પબ્લિશ કરાયેલ જોવા મળે છે.”પોતાનું અહંકાર તોડવા વર્ષ માં એક વખત સુધા મૂર્તિ (ઈન્ફોસીસ) આવી રીતે મંદિરની બહાર શાકભાજી વેચે છે” ફેસબુક – ટ્વીટર ઉપરાંત gujjunews અને patelsamaj વેબસાઈટ પર વાયરલ દાવા સાથે આર્ટિકલ પણ પબ્લિશ કરાયેલ જોવા મળે છે.
સુધા મૂર્તિની વાયરલ તસ્વીર સાથે શાકભાજી વહેંચી રહ્યા હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા iforher વેબસાઈટ દ્વારા ફેબ્રુઆરી 2020ના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં સુધા મૂર્તિ દ્વારા કરવામાં આવેલ સામાજિક અને સેવાના કર્યો વિશે લેવામાં આવેલ ઇન્ટરવ્યૂના જવાબ આપવામાં આવેલ છે. આ ઇન્ટરવ્યૂમાં તેઓએ બેંગ્લોર ખાતે મંદિરમાં કઈ પ્રકારે પોતે સેવા આપી રહી છે તેના વિશે પણ જણાવે છે.

આ ઉપરાંત kannada.oneindia દ્વારા 2016માં પબ્લિશ કરાયેલ એક આર્ટિકલ જોવા મળે છે, જે મુજબ તેઓ બેંગ્લોરના મંદિરમાં ત્રણ દિવસ માટે સેવા આપવા આવેલ છે. જ્યાં તેઓ રસોઈ, શાકભાજી તેમજ મંદિરે આવેલા લોકોના બુટ-ચંપલ વેગેરે રીતે સેવાકાર્ય કરી રહ્યા છે. આ આર્ટિકલ સાથે વાયરલ તસ્વીર જેમાં તેઓ શાકભાજી વહેંચી રહ્યં હોવાનો દાવો કરાયો છે તે પણ જોવા મળે છે.

સુધા મૂર્તિ સાથે વાયરલ થયેલ દાવા પર વધુ સર્ચ કરતા bangaloremirror દ્વારા 2013માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં તેઓ દ્વારા કરવામાં આવતા સેવા કાર્ય અને દાન વિશે માહિતી આપવામાં આવેલ છે. તેમજ બેંગ્લોરના મઠમાં તેઓ દર વર્ષે ત્રણ દિવસ માટે નિસ્વાર્થ ભાવે સેવા માટે હાજર રહે છે, જેમાં તેઓ રસોઈ, શાકભાજી મંદિરની સફાઈ જેવા અનેક સેવાકાર્યો કરે છે.

Conclusion
વાયરલ પોસ્ટ સાથે સુધા મૂર્તિ પર કરવામાં આવેલ દાવા પર મળતા પરિણામ મુજબ સાબિત થાય છે, સુધા મૂર્તિ બંગ્લોર મઠની બહાર શાકભાજી નથી વહેંચી રહ્યા, પરંતુ તેઓ દર વર્ષે ત્રણ દિવસ માટે મઠમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે. જેમાં તેઓ મંદિરના વિવિધ કાર્યો જેવાકે રસોઈ, ભંડાર, શાકભાજી સફાઈ વગેરે કામો કરે છે. વાયરલ તસ્વીર આ પ્રકારે સેવા આપવા આવેલ સમયે લીધેલ છે, જેને સોશ્યલ મીડિયા પર ખોટા અને ભ્રામક દાવા સાથે વાયરલ કરાયેલ છે.
Result :- Misleading
Our Source
bangaloremirror
kannada.oneindia
iforher
doordarshannews
thesocialdigital
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
