Fact Check
દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા હોવાનો દાવો ભ્રામક છે, જાણો શું છે સત્ય
સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદો પાછો ખેંચવા માટે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આજે આ આંદોલનનો 43મો દિવસ છે. હરિયાણા અને પંજાબના બધા ખેડૂતો એ રોડ-રસ્તાને પોતાના ઘર બનાવી લીધા છે. આવી સ્થિતિમાં સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસવીરમાં ઘણાં ટેન્ટ હાઉસ જોઇ શકાય છે. તસવીર શેર કરતી વખતે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર દુનિયાના સૌથી મોટા આંદોલનની છે જે દિલ્હી સિંઘુ બોર્ડર પર ચાલી રહી છે.

Factchek / Verification
સિંઘુ બોર્ડર પર આવેલા ટેન્ટ હાઉસની વાયરલ તસ્વીરને ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા વાયરલ દાવા સંબંધિત કેટલાક પરિણામો મળ્યાં, જેમાં ન્યુઝ વેબસાઈટ KERRANELAMASSAમાં પબ્લિશ કરવામાં આવેલ લેખમાં આ વાયરલ ટેન્ટ હાઉસની તસ્વીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમજ આ તસ્વીર ભારતના સૌથી મોટા કુંભ મેળાની છે.

આ મુદ્દે વધુ સર્ચ કરતા agefotostock વેબ પેજ પર આ કુંભ મેળાની તસ્વીર શેર કરવામાં આવેલ છે, તસ્વીર સાથે આપેલ માહિતી મુજબ આ અલ્લાહબાદ, ઉત્તરપ્રદેશમાં થયેલ મહાકુંભ મેળામાં લગાવવામાં આવેલ ટેન્ટ હાઉસ છે.

વધુ શોધવા પર kerranelamassaના ફેસબુક એકાઉન્ટ પર ફેબ્રુઆરી 2016માં શેર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. આ પોસ્ટમાં કુંભમેળાની ઘણી તસવીરો શેર કરવામાં આવી છે જ્યાં વાયરલ ફોટા પણ શેર કરવામાં આવ્યો છે. આ સાથે એક વેબસાઈટ લિંક પણ શેર કરવામાં આવેલ છે, જેમાં વાયરલ તસ્વીર સાથે અન્ય તસવીરો પણ જોવા મળે છે. આ તસ્વીર સાથે તેના ફોટોગ્રાફરનું નામ Ville Palonen પણ જોવા મળે છે.
જે બાદ અમારી ટીમે Ville Palonen Photographerનો સંપર્ક કર્યો જેણે આ ફોટો લીધો હતો. વાતચીતમાં તેમણે કહ્યું કે આ તસ્વીર તેમના દ્વારા 2013 માં અલ્લાહબાદના કુંભ મેળા દરમિયાન લેવામાં આવી હતી.

Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર ભ્રામક દાવા શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરનો દિલ્હી સિંઘુ બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી. વાયરલ તસ્વીર હકીકતમાં 2013માં અલ્લાહબાદ થયેલ મહાકુંભ મેળા સમયે લગાવવામાં આવેલ ટેન્ટ હાઉસ છે, જેને ખેડૂત આંદોલન સાથે ભ્રામક રીતે જોડવામાં આવેલ છે.
Result :- False
Our Source
kerranelamassa
agefotostock
KERRANELAMASSA
Ville Palonen Photographer
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)