Fact Check
કેરેલામાં આવેલ આશ્રમની તસ્વીર ન્યુઝીલેન્ડની હોવાના દાવા સાથે વાયરલ
ન્યુઝીલેન્ડમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા, સોશ્યલ મીડિયા પર આ કેપશન સાથે એક તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો જમીન પર કેળના પાનમાં ભોજન લઇ રહ્યા છે. આ તસ્વીર ફેસબુક પર”न्यूज़ीलैंड में भारतीय संस्कृति की महिमा” કેપશન સાથે આ ઘટના ન્યુઝીલેન્ડની હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે. તેમજ શેયર ચેટ પર “न्यूजीलैंड में पैर पसारता ब्राह्मणवाद” કેપશન સાથે આ તસ્વીર વાયરલ થયેલ છે.
Factcheck / Verification
વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા, grrrltraveler અને happyyogatravels વેબસાઈટ પર પબ્લિશ કરાયેલ સમાન તસ્વીર જોવા મળે છે. જે મુજબ આ તસ્વીર શિવાનંદ આશ્રમની છે, જે કેરેલામાં આવેલ છે.


જે બાદ sivananda વેબસાઈટ પર આ તસ્વીર પર તપાસ શરૂ કરતા આશ્રમમાં ભોજન સમયે લેવાયેલ તસ્વીર જોવા મળે છે. જયારે વાયરલ તસ્વીર અને વેબસાઈટ પર આપવામાં આવેલ તસ્વીર સરખાવતાં બન્ને એક જગ્યાની હોવાનું સાબિત થાય છે.


Conclusion
સોશ્યલ મીડિયા પર ન્યુઝીલેન્ડમાં આ પ્રકારે જમીન પર અને કેળના પાનમાં ભોજન લઇ રહ્યા હોવાનો દાવો મળતા તમામ પરિણામ પરથી ભ્રામક સાબિત થાય છે. વાયરલ તસ્વીર શિવાનંદ આશ્રમ કેરેલામાં લેવાયેલ છે, જેને ન્યુઝીલેન્ડમાં ભારતીય સંસ્કૃતિનો મહિમા તેમજ ન્યુઝીલેન્ડમાં ફેલાતો બ્રાહ્મણવાળ હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
sivananda : https://sivananda.org.in/neyyardam/guest-information/
happyyogatravels : https://www.happyyogatravels.com/my-yoga-vacation-at-sivananda-ashram-in-kerala-india/
grrrltraveler : https://grrrltraveler.com/staying-at-an-indian-ashram/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
