Fact Check
PM મોદીના બહેને પાકિસ્તાનથી રાખડી મોકલાવી હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
રક્ષાબંધન બાદ સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે. તસ્વીર ન્યુઝ પેપરનું કટિંગ છે, જેમાં પ્રધાનમંત્રી મોદીના બહેન દ્વારા પાકિસ્તાનથી રાખડી મોક્લવવામાં આવી હોવાનો દાવો કરતી ન્યુઝ પ્રકાશિત કરાયેલ છે. ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા આ ન્યુઝ પેપર કટિંગ અને “भक्तो की बुआ पाकिस्तान में भी है” કેપશન સાથે આ પોસ્ટ શેયર કરેલ છે.
Factcheck / Verification
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન ndtv, business-standard, kashmirnews દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ છેલ્લા 24 વર્ષોથી મોહસીન શૈખ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી રહ્યા છે, આ વર્ષે કોરોના વાયરસના જોખમ ને ધ્યાને રાખતા મોહસીન શૈખ દ્વારા રાખડી તેમજ એક બુક પોસ્ટ મારફતે પીએમ મોદીને પહોંચાડવામાં આવેલ છે.


વાયરલ પોસ્ટ સાથે કરાયેલ દાવો કે પાકિસ્તાનથી રાખડી પોસ્ટ કરવામાં આવેલ છે, તેમજ પાકિસ્તાનમાં તેમની બહેન રહે છે. આ દાવા પર મળતી માહિતી મુજબ મોહસીન શૈખ જેનો જન્મ કરાચીમાં થયેલ અને અંદાજે તેઓ 35 વર્ષથી નરેન્દ્ર મોદીને ઓળખે છે, તેમજ તેઓ લગ્ન બાદ ગુજરાત અમદાવાદ શહેરમાં સ્થાયી થયેલ છે.


Conclusion
વાયરલ પોસ્ટ પર મળતા પરિણામ પરથી નરેન્દ્ર મોદીના બહેને પાકિસ્તાનથી રાખડી મોકલાવી હોવાનો દાવો ભ્રામક સાબીત થાય છે. મોહસીન શૈખ ગુજરાત અમદાવાદ શહેરમાં છેલ્લા 35 વર્ષથી રહે છે, જેઓ દર વર્ષે નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે. પરંતુ આ વર્ષે કોરોના સંકટ હોવાના કારણે રાખડી અને એક બુક પોસ્ટ મારફતે પીએમ મોદીને મોકલવામાં આવેલ છે. જયારે સોશ્યલ મીડિયા પર રાખડી પાકિસ્તાન થી પોસ્ટ દ્વારા તેમજ પાકિસ્તાની બહેન હોવાનો દાવો કરતી તમામ પોસ્ટ ભ્રામક સાબિત થાય છે.
Result :- Misleading
Our Source
NDTV : https://www.ndtv.com/india-news/pm-modi-extends-wishes-on-raksha-bandhan-2273116
business-standard : https://www.business-standard.com/article/news-ani/pm-modi-s-pakistani-sister-qamar-mohsin-sends-him-rakhi-wishes-good-health
kashmirnews : https://kashmirnews.in/2020/08/01/pm-modis-sister-from-pakistan-sends-rakhi-to-him/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
