Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : પોરબંદરના રગબાઈ રોડ પર બિપરજોય વાવાઝોડાની અસર
Fact : વાયરલ થયેલો વિડીયો ખેરખર ભોપાલના બેતુલ રોડ પર 26મેં આસપાસ બનેલ ઘટના છે.
બિપરજોય વાવાઝોડાને લઈને સરકારે અનેક ચેતવણી જાહેર કરેલી છે. સોશ્યલ મીડિયા પર વાવાઝોડા અને વરસાદના અનેક વિડીયો જોવા મળી રહ્યા છે. આ ઘટના સંબધિત એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાઈ થતા જોવા મળી રહ્યા છે. સમય મિરર નામના ન્યુઝ ગ્રુપ દ્વારા આ વિડીયો “પોરબંદરમાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ રગબાઈ રોડ પર વૃક્ષો ધરાશાયી” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : ગુજરાતના દ્વારકા નજીક દરિયાકાંઠે ચક્રવાત બિપરજોય આવ્યું હોવાના વાયરલ વિડીયોનું સત્ય
પોરબંદરના રગબાઈ રોડ પર બિપરજોય વાવાઝોડાની અસર હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક યુઝર દ્વારા 12 જૂનના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા યુઝર દ્વારા આ જગ્યા પોરબંદરનો રગબાઇ વિસ્તાર ના હોવાની સ્પષ્ટતા કરવામાં આવે છે. યુઝરે જણાવ્યું છે કે વાયરલ વિડીયો સાથે ખોટું લોકેશન આપવામાં આવેલ છે.
આ વાયરલ વિડીયોના કિફ્રેમ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર 6 જુનના પોસ્ટ થયેલો સમાન વિડીયો જોવા મળે છે. અહીંયા આ ઘટના ભોપાલના બેતુલ રોડની હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, કેટલાક ન્યુઝ અહેવાલો પણ જોઈ શકાય છે જ્યાં ભોપાલમાં 26મેં આસપાસ ભારે વરસાદ અને તોફાની પવનો ફૂંકાયા હતા. આ તોફાનમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
પોરબંદરના રગબાઈ રોડ પર બિપરજોય વાવાઝોડાની અસર હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો ખેરખર ભોપાલના બેતુલ રોડ પર 26મેં આસપાસ બનેલ ઘટના છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને ભ્રામક દાવા સાથે બિપરજોય વાવાઝોડાના સંદર્ભમાં શેર કરવામાં આવેલ છે.
Our Source
Facebook Post Of Lakhman N Odedra, 12 June 2023
Youtube Video Of Abhishek6261 bhopa, 6 June 2023
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044