ભારત જોડ યાત્રા તેના અંતિમ ચરણમાં પહોંચવા જઈ રહી છે. સોશ્યલ મીડિયા પર યાત્રાને લઈને અનેક પ્રકારે ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે. જે ક્રમમાં ફેસબુક યુઝર ચૂંટલી એક્સપ્રેસ દ્વારા “ભારતના તિરંગાને ઉખાડવા માંગે છે આ પપ્પૂ?” ટાઇટલ સાથે રાહુલ ગાંધીનો એક વિડીયો શેર કરવામાં આવેલ છે.

વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી ભાષણ દરમિયાન કહી રહ્યા છે કે “મને જરૂર લાગી તો અમેરિકા જઈને હિન્દુસ્તાનનો ઝંડો ઉખાડી દઈશ” જો..કે પાછળથી તેઓએ સુધારીને કહ્યું હતું કે “હિન્દુસ્તાનનો ઝંડો લહેરાવી દઈશ“, સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયોને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Fact Check / Verification
ભારતના તિરંગાને ઉખાડવાના રાહુલ ગાંધીના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા રાહુલ ગાંધીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અલ્વર રાજેસ્થાનમાં યોજાયેલ પબ્લિક મિટિંગનો વિડીયો જોવા મળે છે. વીડિયોમાં 1 કલાક 11 મિનિટ બાદ વાયરલ વિડીયોમાં સાંભળવા મળતું ભહશન જોઈ શકાય છે. જેમાં રાહુલ ગાંધીની હિન્દુસ્તાનનો ઝંડો લહેરાવી દઈશના બદલે જીભ લપસી અને ઝંડો ઉખાડી દઈશ બોલતા સંભળાય છે.
અહીંયા વાયરલ વિડીયો અને અલ્વર રાજેસ્થાનમાં રાહુલ ગાંધીના ભાષણના વિડીયોને સરખાવતા સ્પષ્ટ થાય છે કે રાહુલગાંધી દ્વારા અમેરિકા જઈને હિન્દુસ્તાનનો ઝંડો ઉખાડી દઈશ ઈરાદા પૂર્વક બોલવામાં આવેલ નથી.
Conclusion
ભારતના તિરંગાને ઉખાડવાના રાહુલ ગાંધીના વાયરલ વિડીયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. રાજેસ્થાનની એક જાહેર સભા દરમિયાન આપવામાં આવેલ રાહુલ ગાંધીના ભાષણના એક ભાગને સોશ્યલ મીડિયા પર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Missing Context
Our Source
YouTube Video Of Rahul Gandhi ,on 19 Dec 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044