Fact Check
5,10,100ની જૂની નોટ માર્ચથી બંધ, જાણો ગુજરાતી ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ભ્રામક ખબર
નોટબંધી, 8 નવેમ્બર 2016ના દિવસે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે ફરી એક ન્યુઝ તમામ મીડિયા સંસ્થાન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે. જેમાં રૂ 5,10, અને 100ની નોટ માર્ચ-એપ્રિલ મહિનાથી બંધ થવાની હોવાના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ તમામ ન્યુઝ સંસ્થાનો દ્વારા માત્ર એક જ લખાણ માંથી ઉઠાવ્યું હોય તેવું લાગ્યું, કેમેકે દરેક અહેવાલમાં “મળતી માહિતી મુજબ માર્ચ પછી આ બધી જૂની નોટો બંધ થઈ શકે છે. આરબીઆઈએ કહ્યું કે, માર્ચથી જૂની 100 અને 10 રૂપિયાની નોટો ચલણમાં રહેશે નહીં. મળતી માહિતી મુજબ આરબીઆઈના અધિકારી બી મહેશે કહ્યું કે આરબીઆઈ આ જૂની નોટોની સીરિઝને બંધ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે” લખવામાં આવ્યું છે. આ જ દાવા સાથે તમામ ગુજરાતી ન્યુઝ સંસ્થાનોએ ખબર પ્રકાશિત કરેલ છે.
Factcheck / Verification
માર્ચ-એપ્રિલથી 5,10,100ની જૂની નોટ બંધ થઇ જશે, જે વાત AGM B Mahesh દ્વારા કહેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જયારે આ ખબર પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા deccanherald દ્વારા 22 જાન્યુઆરીના પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આરબીઆઈ એજીએમ બેન્કોને ક્લીન નોટ્સની નીતિનું પાલન કરવા નિર્દેશ આપે છે, જેમાં ATMમાં નવી ચલણી નોટો પૂરતા પ્રમાણમાં મળી રહે અને સાથે-સાથે જૂની 5,10,100ની નોટ જમા લેવા માટે સૂચન કરે છે.

એજીએમ બી.મહેશ દ્વારા આપવામાં માહિતી મુજબ જૂની ચલણી નોટો બંધ કરવા માટે કોઈ ચોક્કસ તારીખ કે મહિનાનો ઉલ્લેખ કરેલ નથી. આ સાથે તેમણે કહ્યું છે કે હાલમાં જે જૂની 5,10,100ની નોટ સર્ક્યુલેશનમાં જ રેહશે. બેન્ક તેમજ કોઈપણ સરકારી ઓફિસ જૂની નોટ કે સિક્કા લેવાની મનાઈ નહીં કરી શકે.
આ ભ્રામક સમાચાર મુદ્દે ટ્વીટર પર PIBFactCheck દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં RBIના હવાલે 5,10,100ની નોટ બંધ થવાની ખબરને ભ્રામક હોવાનું જણાવવામાં આવ્યું છે.
જયારે ટ્વીટર પર RBIના ઓફિશ્યલ એકાઉન્ટ પર આ માહિતી વિશે સર્ચ કરતા આજે સવારે કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જેમાં મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવેલ વાત 5,10,100ની નોટ બંધ થવાની માહિતી ભ્રામક હોવાની જાહેરાત કરવામાં આવેલ છે.
આ એક વાયરલ ન્યુઝના કારણે સ્વાભાવિક અનેક સવાલો ફરી લોકોના મનમાં ઉઠે, એક ફેક ન્યુઝના કારણે લોકોમાં ભય અથવા અફરાતફરીનો માહોલ ઉભો થઇ શકે છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા તેમને મળેલ માહિતી પર કોઈપણ જાતની ઉલટ તપાસ કર્યા વિના પ્રકાશિત કરવામાં આવેલ ન્યુઝ લોકોમાં ભ્રામક ખબર ફેલાવવાનું કામ કરે છે. નોંધનીય છે કે નોટબંધીના સમયે થયેલ અફરાતફરીના કારણે 100થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.
Conclusion
ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જેમાં 5,10,100ની નોટ માર્ચ મહિનાથી બંધ થવાની જાણકારી તદ્દન ભ્રામક છે. RBI દ્વારા વાયરલ ખબર ભ્રામક હોવાની માહિતી ટ્વીટર મારફતે આપેલ છે. જયારે ન્યુઝ સંસ્થાનો દ્વારા એજીએમ બી.મહેશના હવાલે જૂની ચલણી નોટ બંધ થવાની માહિતી પ્રકાશિત કરેલ હતી, પરંતુ એજીએમ દ્વારા આપવામાં આવેલ માહિતી નો ખોટો અર્થ અથવા જાણી જોઈ ઉમેરો કરી ખબર પ્રકાશિત કરવામાં આવેલ હોવાનું સાબિત થાય છે.