Fact Check
આઈએસઆઈએસ અને ચીની હેકરો વોટ્સએપ ડીપી હેક કરશે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
Claim :-
આઈએસઆઈએસ અને ચીની હેકરો ભારતીય વપરાશકર્તાઓના વોટ્સએપ ડીપી ચોરી કરશે અને તેનો દુરૂપયોગ કરશે. શિશ્યલ મીડિયા અને વોટસએપ પર આ મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજ પ્રમાણે ચીની અને આઈએસઆઈએસના હેકરો દ્વારા વોટ્સએપ ડીપી ચોરી તેની સાથે અશ્લીલ ચેડાં કરવામાં આવશે, તેમજ આ સાયબર એટેક પર વોટ્સએપ CEO દ્વારા પણ વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત કમિશનર ઓફ દિલ્હી (એ.કે.મિત્તલ) અને તેના મોબાઇલ નંબર પણ વાયરલ મેસેજમાં આપવામાં આવ્યા છે.


Fact check :-
વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા, જુલાઈ 2016ના ઈન્ડયન એક્સપ્રેસ , newsindiaદ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ 2016માં પણ આ પ્રકારે વોટસએપ ડીપી હેક થવાની વાત વાયરલ કરવામાં આવી હતી, જે એક ભ્રામક માહિતી છે.


2016માં વાયરલ થયેલ મેસેજની તસ્વીર પણ જોવા મળે છે, જેમાં માત્ર આઈએસઆઈએસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જયારે અત્યારે વાયરલ થયેલ મેસેજ પર આઈએસઆઈએસ અને ચીની હેકર્સ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

2016

2020
ત્યારબાદ મેસેજ પર કમિશનર ઓફ દિલ્હી (એ.કે.મિત્તલ) દ્વારા આ નોટિસ જાહેર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા પર delhipolice વેબસાઈટ પર 1977 થી 2020 સુધીમાં આવેલા કમિશનર વિશે માહિતી આપવામાં આવેલ છે, જેમાં એ.કે.મિત્તલ નામથી કોઈપણ કમિશનર પોસ્ટ પર જોવા મળેલ નથી.

ઉપરાંત અન્ય સર્ચ કરતા afp દ્વારા કરવામાં આવેલ ફેકટચેક જોવા મળે છે, જેમાં afp દ્વારા વોટ્સએપ CEO કાર્લ વોગ સાથે વાયરલ મેસેજ પર થયેલ વાતચીત કરવામાં આવી હતી. કાર્લ વોગ દ્વારા કરવામાં ખૂલાસા મુજબ આ એક ભ્રામક દાવો છે, વોટ્સએપ પોતાની જાણકારી ગોપનીય રાખવા પર પ્રતિબધ છે.

Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ સાબિત કરે છે, વોટસએપ દ્વારા તેમજ દિલ્હી કમિશનર દ્વારા આ પ્રકારે કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી. વાયરલ મેસેજ એક ભ્રામક માહિતી છે, 2016માં પણ આ પ્રકારે મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. આ દાવા પર વોટસએપ CEO કાર્લ વોગ દ્વારા પણ ખુલાસો આપવામાં આવ્યો છે.
- Tools :-
- News Report
- Keyword Search
- Reverse Image Search
પરિણામ :- ભ્રામક દાવો ( Misleading )
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)