Fact Check
ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી આપવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે. ખેડૂત વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ એચએસ લાખોવાલે 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે.
ત્યારે સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં સચિન તેંડુલકર, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કરે ખેડૂત આંદોલનના સમર્થનમાં પોતાને મળેલા તમામ એવોર્ડ (પુરસ્કાર) સરકારને પાછા આપવાની ધમકી આપી છે. વાયરલ તસ્વીરમાં લખવામાં આવ્યું છે, ‘હવે ભક્તોની નજરમાં આ લોકો પણ દેશદ્રોહી બની જશે‘
Factcheck / Verification
ક્રિકેટરો દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં સરકારને એવોર્ડ પાછા આપવાની ધમકી આપવામાં આવી હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા cricketcountry દ્વારા 2015માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ સચિન તેંડુલકરે પોતાને મળેલ ભારત રત્ન પુરસ્કાર કપિલ દેવ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં પાછો આપવાની વાત કરવામાં આવી હતી.

હાલ દિલ્હી ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં આ ત્રણ ક્રિકેટરો દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી જાણવા માટે ગુગલ સર્ચ તેમજ તેમના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર આ માહિતી શોધવાનો પ્રયત્ન કરતા કોઈપણ પરિણામ મળેલ નથી. તેમજ આ મુદ્દે કોઈપણ ન્યુઝ સંસ્થાન દ્વારા પણ માહિતી જાહેર કરાયેલ નથી.
Sachin Tendulkar , Kapil Dev, Sunil Gavaskar
Conclusion
વાયરલ તસ્વીરમાં ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાનો દાવો તદ્દન ભ્રામક છે. ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર દ્વારા આ પ્રકારે કોઈપણ નિવેદન આપવામાં આવેલ નથી, આ વાતની પુષ્ટિ તેમના ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પરથી સાબિત થાય છે. તેમજ વાયરલ દાવા અંગે કોઈપણ ન્યુઝ સંસ્થાન દ્વારા માહિતી જાહેર કરવામાં આવેલ નથી. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે બનવવામાં આવેલ છે.
Result :- False
Our Source
Sachin Tendulkar ,
Kapil Dev,
Sunil Gavaskar
cricketcountry
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)