Fact Check
અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશ ચૂંટણી માટે તમામ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે, ભાજપના તમામ મોટા નેતાઓ UPની મુલાકાતે આવી પહોંચ્યા છે. ત્યારે સોશ્યલ મીડિયા પર અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીનો એક વિડિઓ વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો સ્મૃતિ ઈરાનીના કાફલાએ રોકી સુત્રોચાર કરતા જોવા મળે છે.
ફેસબુક પર ‘Bjp news‘ દ્વારા “સ્મૃતિ ઈરાની નું સ્વાગત લોકો એ એવી રીતે કર્યું કે પોલીસ ને સ્વાગત રોકવા આવવું પડ્યું” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે આ વિડિઓ 10 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે. વિડીઓમાં કેટલાક વિરોધી પ્રદશન કરનાર લોકો સ્મૃતિ ઈરાનીના કાફલાને આડૅ આવી સુત્રોચાર કરવા લાગે છે, જ્યાં પોલીસ તંત્ર દ્વારા આ પ્રદશનકારીઓ હટાવવામાં આવે છે.
Fact Check / Verification
ઉત્તરપ્રદેશ ચૂંટણી સંદર્ભે અમેઠી સાંસદ સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ ફેસબુક પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર Navbharat Times અને TV9 Bharatvarsh દ્વારા ઓક્ટોબર 2020માં યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે.
ન્યુઝ બુલેટિન સાથે આપવામાં આવેલ માહિતી મુજબ હાથરસ કેસને લઈને વારાણસીમાં સ્મૃતિ ઈરાનીની મુલાકાતનો કોંગ્રેસીઓએ વિરોધ કર્યો હતો. ‘સ્મૃતિ ઈરાની ગો બેક’ અને ‘સ્મૃતિ ઈરાની રાજીનામું આપો’ના નારા લાગ્યા હતા.
આ પણ વાંચો :- UPમાં અખિલેશ યાદવને મત આપવા પર ભાજપ નેતા દિવ્યાંગને માર મારી રહ્યા હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ
આ અંગે વધુ સર્ચ કરતા amarujala અને newstrack દ્વારા ઓક્ટોબર 2020માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, હાથરસ કેસને લઈને NSUI, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃત ઈરાની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. NSUIએ કાળો ઝંડો બતાવીને વિરોધ કર્યો હતો. વારાણસી એરપોર્ટથી તે સીધી સર્કિટ હાઉસ પહોંચી. આ દરમિયાન ઘરના ગેટની બહાર સપા મહિલા સંગઠનની મહાનગર અધ્યક્ષ પૂજા યાદવે કાર્યકરો સાથે વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં કોંગ્રેસના કાર્યકરો પણ હાજર હતા.

Conclusion
યુપીના અમેઠી સાંસદ સ્મૃતિના કાફલાને રોકી કેટલાક લોકો દ્વારા સુત્રોચાર કરવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયે વિડિઓ 2020માં હાથરસ કાંડ સમયે લેવામાં આવેલ છે. 2020માં વારાણસી ખાતે હાથરસ કાંડના પરિવારને મળવા જતી વખતે વિપક્ષો દ્વારા તેમના કાફલાને રોકી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.
Result :- Misplaced Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044