Sunday, April 26, 2026

Fact Check

શાહિનબાગ પ્રોટેસ્ટમાં 20 દિવસની બાળકીનું મોત થયાના દાવા સાથે તસ્વીર વાયરલ, જાણો શું છે સત્ય

Written By Prathmesh Khunt
Feb 4, 2020
image
ક્લેમ :- 
 
શાહિનબાગ પ્રોટેસ્ટમાં માત્ર 20 દિવસની બાળકીનું ઠંડીના કારણે મૃત્યુ થયું છે. શોશિયલ મિડિયા પર માતા અને બાળકી સાથેની તસ્વીર સાથે આ પ્રકારે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. 
 
 
 
વેરિફિકેશન :- 
 
શોશિયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર શહીનબાગમાં થઇ રહેલ CAA અને NRC વિરુદ્ધ પ્રોટેસ્ટમાં 20 દિવસની નવજાત બાળકીનું ઠંડીના કારણે મૃત્યુ થયું છે, જેમાં માતા અને બાળકીની તસ્વીર સાથે કંઈક આ પ્રમાણે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ” So sad and tragic that a little baby who hadn’t opened her eyes properly is dead, exposed to harsh cold. All these Islamists, Commies, media, intellectuals, Bollywoodiyas who used the little baby as brand ambassador of #ShaheenBagh have blood of a baby on their hands.”
 
 
આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડ સર્ચના મદદ વડે શોધતા કેટલાક ન્યુઝ રિપોર્ટ મળી આવ્યા છે, જેમાં આ બાળકી વિષે તેમજ મૃત્યુ પામેલ બાળકી વિષે રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યા છે. જેમાં telegraphindia, indiatoday, tribuneindia, timesofindia વગેરે જેવા ન્યુઝ સંસ્થાનના રિપોર્ટ જોવા મળે છે.
 
 
 
 
આ ન્યુઝ રિપોર્ટ પ્રમાણે વાયરલ પોસ્ટમાં જે માતા અને બાળકીની તસ્વીર શેયર કરવામાં આવી છે તેનું નામ આશીના છે અને માતાનું નામ રેહાના ખાતુન છે, જે શાહીનબાગ પ્રોટેસ્ટમાં તેમની 20 દિવસની નવજાત બાળકીને સાથે લઇ વિરોધ નોંધાવી રહી છે. 
 
 
 
આ ઉપરાંત વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ જે બાળકનું મૃત્યુ થયું છે તેનું નામ મોહમ્મ્દ જહાન છે જેની ઉમર માત્ર 4 મહિના હતી, તેની માતાનું નામ નાઝીયા છે, શાહીનબાગ પ્રોટેસ્ટમાં ઠંડીના કારણે તેના બાળકનું મૃત્યુ થયું છે.  
 
 
   
 
 
વાયરલ પોસ્ટને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવા મુજબ 20 દિવસની બાળકીનું મૃત્યુ થયું નથી, જે બાળકનું મૃત્યુ થયું છે તેનું નામ મોહમ્મ્દ જહાન હતું અને તેની ઉમર 4 મહિના હતી. શોશિયલ મિડિયા પર ખોટા દાવા અને તસ્વીર સાથે આ પોસ્ટને વાયરલ કરવામાં આવી છે. 
 
TOOLS:-
 
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS 
 
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
 
 
 
કોઈપણ શંકાસ્પદ ખબર , કોઈપણ વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)
 
image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage