Fact Check
લદાખમાં PMમોદીની સૈનિક હોસ્પિટલ મુલાકાતમાં તેજેન્દ્રપાલ બગ્ગા હોવાના ભ્રામક દાવાનું સત્ય
Claim :-
થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદાખમાં સૈનિકો સાથે મુલાકાત માટે ગયા હતા, આ મુલાકાતમાં તેમણે ઘાયલ સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી. સોસ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે, નરેન્દ્ર મોદી લદાખમાં જે સૈનિક હોસ્પિટલની મુલાકાત પર હતા ત્યાં તેજેન્દ્ર પાલ બગ્ગા હાજર હતા અને તે હોસ્પિટલમાં બેડ પર બેઠેલ જોવા મળે છે. (બગ્ગા દિલ્હી MLA ચૂંટણીમાં હરીનગરથી ભાજપના ઉમેદવાર હતા.) તસ્વીરમાં કેટલાક રેડ માર્ક સાથે હોસ્પિટલમાં બેઠેલ અને તેજેન્દ્ર બગ્ગાએ પહેરેલ હાથનું કડુ અને ચહેરો મળતો આવતો હોવાથી “ભક્તો…….આટલી નિચ હદે” કેપ્શન સાથે ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે.

આ વાયરલ તસ્વીર રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર manjumassey નામના એકાઉન્ટ પરથી अरे ये तो लक्कड़बग्गा निकाला। @TajinderBagga झूठ तुम दिखाओ सच हम दिखाएंगे। કેપ્શન સાથે તસ્વીર પોસ્ટ જોવા મળે છે.
Fact check :-
વાયરલ તસ્વીર પર કીવર્ડ સાથે સર્ચ કરતા તેજેન્દ્ર પાલ બગ્ગા દ્વારા કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. આ ટ્વીટ મુજબ theDeepakRGowda દ્વારા આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી હતી, જેના જવાબમાં બગ્ગા દ્વારા ટ્વીટ કરી ખુલાસો આપ્યો હતો કે ‘શરમ કરવી જોઈએ, દરેક શિખ કડુ પહેરે છે’
ત્યારબાદ manjumassey નામના એકાઉન્ટ દ્વારા મુકવામાં આવેલ આ પોસ્ટ પર પણ બગ્ગા દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.
થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી દ્વારા લેવાયેલ આ મુલાકાત પર અન્યૂ દાવો વાયરલ થયો હતો, જેમાં તસ્વીરમાં દેખાઈ રહેલ હોસ્પિટલ એક કોન્ફરન્સ હોલ છે અને તેમાં ફેક હોસ્પિટલ ઉભી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ દાવા પર ઇન્ડિયન આર્મી દ્વારા ખુલાસો આપવામાં આવ્યો હતો કે, covid-19ના પ્રોટોકોલ કારણે હોલ હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યો છે.

આ દાવા પર નરેન્દ્ર મોદી અને સૈનિકો વચ્ચે થયેલ મુલાકાતનો વિડિઓ નરેન્દ્ર મોદીના ટ્વીટર એકાઉન્ટ પર મળી આવે છે, જેમાં વાયરલ તસ્વીરમાં જે વ્યક્તિ બગ્ગા હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેને જોઈ શકાય છે.
Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, તસ્વીર સાથે જે વ્યક્તિ તેજેન્દ્ર બગ્ગા હોવાનો દાવો કરવામાં આવ્યો છે તે તદ્દન ભ્રામક છે. આ બાબતે બગ્ગા દ્વારા પણ ટ્વીટ કરવામાં આવેલ છે. તેમજ હોસ્પિટલ ફેક હોવાના દાવા પર ભારતીય આર્મી દ્વારા પ્રેસ નોટ જાહેર કરવામાં આવેલ છે. માટે હોસ્પિટલ અને તેજેન્દ્ર પાલ બગ્ગા સાથે જોડાયેલ બન્ને દાવા ભ્રામક સાબિત થાય છે.
- Tools :-
- News Report
- Keyword Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)