Copyright © 2022 NC Media Pvt. Ltd. All Rights Reserved.
Fact Check
ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર બનાવવામાં આવેલ દિવાલ પર વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
ક્લેમ
ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર ઝુપડપટ્ટી વિસ્તાર આગળ બનાવવામાં આવેલ દિવાલ પર એક વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો છે. આ પોસ્ટને અલગ-અલગ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
Caption please #TrumpVisitIndia pic.twitter.com/NHJ4uyvuca
— Aishwary Verma (@AishwaryVerma9) February 20, 2020
વેરિફિકેશન
સોશિયલ મિડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં ટ્રમ્પની ગુજરાત મુલાકાત પર ઝુંપડપટ્ટી વિસ્તાર આગળ દિવાલ બનાવવામાં આવી છે જેના લીધે હાલ તમામ ન્યુઝમાં તે એક વિવાદનો વિષય બન્યો છે. ત્યારે આજે આ દિવાલ આગળ એક વ્યક્તિ જાહેરમાં પેશાબ કરી રહ્યો હોવાની તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે.

આ વાયરલ તસ્વીરની સત્યતા તપાસવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવ્યા છે, જેમાં અલગ-અલગ દાવા સાથે આ તસ્વીરને વાયરલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે તસ્વીર વાયરલ કરવામાં આવી છે જે પેઇન્ટિંગમાં જાહેરમાં પેશાબ ના કરવો તેમજ અહીંયા થુંકવું નહીંના સ્લોગન પણ લખવામાં આવ્યા છે.


સલમાન નિઝામી કોંગ્રેસ નેતા દ્વારા પણ આ તસ્વીર સાથે ટ્વીટર પર ટ્વીટ કરવામાં આવી છે, જેમાં કેપશન આપવામાં આવ્યું છે Parde ke peeche kya hai?
Parde ke peeche kya hai?
Parde ke peeche…..! pic.twitter.com/3HuyKYTFAp— Salman Nizami (@SalmanNizami_) February 19, 2020

આ તસ્વીરને કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ આર્ટિકલ જોવા મળે છે, જેમાં આ તસ્વીર તેમજ દિવાલ બનાવવા મુદ્દે ન્યુઝ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવી છે. આ ઉપરાંત વાયરલ તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા નજર આવે છે કે આ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવી છે એડિટ કરવામાં આવી છે.

ત્યારબાદ યુટ્યુબ પર એક વિડિઓ મળી આવે છે, જેમાં એક વ્યક્તિ દિલ્હીના મેટ્રો સ્ટેશન પર જાહેરમાં પેશાબ કરતો નજરે પડે છે. જે વ્યક્તિને કોમ્પ્યુટરના મદદ વડે એડિટ કરવામાં આવ્યો છે અને તેને ગુજરાતમાં બનાવવામાં આવેલ દિવાલ પર પેશાબ કરી રહ્યો હોવાના દાવ સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તસ્વીરને ધ્યાન પૂર્વક જોતા દીવાલ સાથે આવેલ વૃક્ષનો પડછાયો જોવા મળે છે જયારે જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે તેનો પડછાયો કોઈપણ જગ્યા પર જોવા મળી રહ્યો નથી. ત્યારે વાયરલ તસ્વીરને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો એક ભ્રામક દાવો છે, આ પ્રકારે કોઈપણ ઘટના બનેલ નથી.
Tools Used
- GOOGLE IMAGES
- GOOGLE KEYWORD SEARCH
- FACEBOOK SEARCH
- TWITTER SEARCH
- YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.