રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે, રશિયન મિલેટ્રી દ્વારા ઘણા બૉમ્બ અને મિસાઈલ ફેંકવામાં આવ્યા હોવાના ન્યુઝ અહેવાલો પણ જોવા મળે છે. સોશ્યલ મીડિયા પર પણ રશિયા અને યુક્રેન યુદ્ધના ઘણા વિડિઓ અને તસ્વીર વાયરલ થઈ રહ્યા છે, આ ક્રમમાં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. જેમાં તેઓ આર્મી યુનીફોર્મમાં વોર ગ્રાઉન્ડ પર જોઈ શકાય છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “યુક્રેન ના રાષ્ટ્રપતિ ની 56″ ની છાતી” ટાઇટલ સાથે રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કીની કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
તેમજ, ન્યુઝ સંસ્થાન GSTV દ્વારા 25 ફેબ્રુઆરીના “યુદ્ધના મેદાનમાં ઉતર્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, આર્મીના યુનિફોર્મમાં ફોટો થઇ વાયરલ” હેડલાઈ સાથે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

અહેવાલ મુજબ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી પોતે યુદ્ધ મોરચે પહોંચી ગયા છે. રાષ્ટ્રપતિએ એ વિસ્તારની મુલાકાત લીધી જ્યાં રશિયન સેનાએ હુમલો કર્યો છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી વિશે વધુ જાણો
વોલોદીમીર ઝેલેન્સ્કી 2019 માં યુક્રેનિયન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે પહેલાં તેઓ લોકપ્રિય ટીવી કોમેડિયન અને અભિનેતા હતા. 2015માં, ઝેલેન્સ્કીએ “સર્વન્ટ ઓફ પીપલ” નામના એક શોમાં અભિનય કર્યો હતો. જેમાં તેણે એક શાળા શિક્ષકની ભૂમિકા ભજવી હતી. આ રીલ-લાઇફ ડ્રામા આખરે વાસ્તવિકતામાં ફેરવાઈ ગયું જ્યારે ઝેલેન્સકીએ 2018 માં “સર્વન્ટ ઑફ પીપલ” પાર્ટી હેઠળ પ્રમુખ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી અને મોટા માર્જિનથી જીત મેળવી.
રશિયન-યુક્રેનિયન સંબંધિત અન્ય ફેકટચેક અહીં, અહીં, અહીં અને અહીં વાંચો.
Fact Check / Verification
યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી યુદ્ધનો મોરચો સંભાળ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરોને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા એપ્રિલ, 2021ના reuters અને duvarenglish દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.

અહેવાલ મુજબ, 9 એપ્રિલ 2021ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી ડોનબાસ પ્રદેશમાં રશિયન સમર્થિત અલગતાવાદીઓ સાથે ફ્રન્ટલાઈન સશસ્ત્ર દળોની મુલાકાત લેવા આર્મી યુનિફોર્મમાં આવ્યા હતા.
બીજી વાયરલ તસ્વીર ગૂગલ રિવર્સ સર્ચ કરતા ડિસેમ્બર 2021ના રોજ i24News અને RT ન્યુઝ દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે, જે મુજબ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી 6 ડિસેમ્બર 2021ના રોજ યુક્રેનના ડોનેટ્સક પ્રદેશમાં રશિયા સમર્થિત અલગતાવાદીઓ સાથે લડાઈ કરી રહેલા ફ્રન્ટલાઈન પરના સૈનિકો સાથે મુલાકાત લીધી હતી.

આર્મી યુનિફોર્મમાં ઝેલેન્સકીની ત્રીજી વાયરલ તસ્વીર માટે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ડિસેમ્બર 2021ના theconversation દ્વારા પ્રકાશિત એક રિપોર્ટ મળે છે. જે અનુસાર, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી, ડોનબાસ ક્ષેત્રમાં ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે મુલાકાત કરી હતી

ચોથી તસ્વીર અંગે 26 ઓક્ટોબર 2019ના રોજ 112.international નામની વેબસાઈટ પર “યુક્રેનના રાષ્ટ્રપતિ સૈન્ય અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરે છે.” હેડલાઈન સાથે વાયરલ તસ્વીર જોઈ શકાય છે.

જયારે, હાલમાં ચાલી રહેલ યુદ્ધ વચ્ચે રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વોર ગ્રાઉન્ડ પર ઉતર્યા છે કે નહીં તે અંગે કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર જર્મન પત્રકાર Paul Ronzheimer દ્વારા 17 ફેબ્રુઆરીના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ડોનેટ્સક નજીક ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે વાત કરી હતી અને કહ્યું કે “ગભરાશો નહીં, બધું નિયંત્રણમાં છે.”
Conclusion
પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી રશિયન આક્રમણ સામે લડવામાં યુક્રેનિયન સૈન્યમાં જોડાયા હોવાનો દાવો કરતી વાયરલ તસવીરો જૂની છે, જેને વર્તમાન પરિસ્થિતિના સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીની વાયરલ તસ્વીર અલગ-અલગ સમયે ફ્રન્ટલાઈન પર સૈનિકો સાથે કરેલી મુલાકાત સમયે લેવામાં આવેલ છે.
Result :- False Context / False
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044


