Fact Check
અમેરિકન નેવી અને એરફોર્સ તાઇવાનની સરહદે ગોઠવાઈ ગઈ હોવાના દાવા સાથે વિડીયો વાયરલ
રશિયા-યુક્રેન યુદ્ધ હજી પૂરું થયું નથી, ત્યાં ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ચીન અને અમેરિકા તાઈવાન મામલે એકબીજા વિરુદ્ધ રણનીતિ ઘડી રહ્યા છે. હાલમાં જ અમેરિકી સાંસદ નેન્સી પેલોસી ની તાઈવાન મુલાકાતથી ચીન ગુસ્સે ભરાયું હતું. ચીને તાઈવાન સામે યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી અને તેના ફાઈટર પ્લેન અને જહાજો સાથે તાઈવાન પર મિસાઈલ પણ છોડી છે.
ફેસબુક પર “નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. વિડીયો સાથે કેટલાક યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વર્લ્ડ વોર 3ની શરૂઆત છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં નૌકા સેના અને એરફોર્સ દેખાડવામાં આવી રહી છે. વિડીયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું છે. ઉપરાંત વધુમાં, યુ.એસ. ફાઇટર જેટ સહિત 20 વોર પ્લેન નેન્સી પેલોસિને એસ્કોર્ટ કરી રહ્યા છે.

નોંધનીય છે કે આ વાયરલ વિડીયો અન્ય ભાષામાં પણ યુઝર્સ દ્વારા અલગ-અલગ દાવાઓ સાથે શેર કરવામાં આવેલ છે, જે અંગે Newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા 4 ઓગષ્ટના પ્રકાશિત કરવામાં આવેલ ફેટકચેક અહીંયા જોઈ શકાય છે.
Fact Check / Verification
નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહેલા વીડિયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ રિવર્સ ઇમેજ સર્ચ કરતા 15 એપ્રિલ, 2021ના રોજ ટીનુઓડ ટીવી નામની યુટ્યુબ ચેનલ દ્વારા “JUST IN, US NAVY WARSHIP is hovering in West Philippines. SEA” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોઈ શકાય છે.
આ ઉપરાંત, 16 એપ્રિલ, 2021ના રોજ એક યુઝર ‘મિલિટરી_એજે‘ દ્વારા ટિક ટોક પર આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો.
Newschecker આ વાયરલ વીડિયો કઈ જગ્યાએ લેવામાં આવ્યો છે, જે અંગે કોઈ ચોક્કસ ભૌગોલિક સ્થાન શોધી શક્યું નથી. પરંતુ મળતી માહિતી પરથી ખાતરી કરી શકાય છે, કે વિડીયો એપ્રિલ 2021થી ઇન્ટરનેટ પર શેર થઈ રહ્યો છે.
Conclusion
નેન્સી પેલોસીને લઈ યુ.એસ.એર ફોર્સ -1 તાઈવાન આવ્યું હોવાના દાવા સાથે શેર કરવામાં વિડીયો ખેરખર એપ્રિલ 2021થી શેર થઈ રહ્યો છે. જયારે અમેરિકન સાંસદ નેન્સી પેલોસી દ્વારા 2 ઓગષ્ટના તાઇવાનની મુલાકાત લેવામાં આવી હતી.
Result : False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044