Fact Check
શું ખરેખર અમેરિકાની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે?
Claim : અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
Fact : અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર ડિજિટલ એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા યુઝર્સ બાબા સાહેબ આંબેડકરની એક તસ્વીર શેર કરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. વાયરલ તસ્વીરમાં ટ્રેનના આગળના ભાગે બાબા સાહેબ આંબેડકરની તસ્વીર લગાવવામાં આવી છે અને સાથે ‘જય ભીમ’ લખવામાં આવેલ છે. ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર ભ્રામક હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થવાથી લઈને રાહુલ ગાંધીને મળેલી સજા સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર લગાવવામાં આવ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન abplive અને indiatvnews દ્વારા 2016-17માં પ્રકાશિત થયેલા અહેવાલ જોવા મળે છે. અહીંયા વાયરલ તસ્વીરને મળી આવતી તસ્વીર જોઈ શકાય છે.

બાબા સાહેબના પોસ્ટરના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીર અને મીડિયા અહેવાલો સાથે જોવા મળતી તસ્વીરને સરખાવતાં જોઈ શકાય છે કે બાબા સાહેબના પોસ્ટરને ડિજિટલ એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે. અહીંયા સ્પષ્ટ થાય છે કે દિલ્હી મેટ્રોની આ તસ્વીર અવાર-નવાર મીડિયા અહેવાલો દ્વારા અલગ-અલગ સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવેલ છે.

Conclusion
અમેરિકાની સૌથી લાંબા અંતરની ટ્રેન પર બાબા સાહેબનું પોસ્ટર ડિજિટલ એડિટિંગ મારફતે લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા બાબા સાહેબનું પોસ્ટર ટ્રેન પર લગાવવામાં આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે એડિટેડ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result: Altered Image
Our Source
Media Report Of abplive, 20 Feb 2017
Media Report Of indiatvnews, 24 Dec 2016
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044