તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વાયરલ કલીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બાળપણમાં યોગ કરવામાં આવ્યા તેનો છે. ફેસબુક પર “નરેન્દ્ર મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરતા હતા તે વખતનો વિડીયો” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.
આ ઉપરાંત આ વિડિઓ ટ્વીટર પર BJP અગ્રણી મનોજ ગોએલ દ્વારા “योगऋषि प्रधानमंत्री @narendramodi जी का योगी रूप #yoga #Modi” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની તપાસ કરતા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરતાં અમને MCPetruk દ્વારા યુટ્યુબ પર 12 મે, 2006 ના રોજ અપલોડ કરવામાં આવેલો આજ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે. 1938 માં આયંગરના પ્રદર્શનની એક મૂક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોઈ જ સંબંધ નથી.
જયારે PM મોદીના યોગ વિડિઓ વિશે ગુગલ સર્ચ કરતા news18 તેમજ theprint દ્વારા પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં વાયરલ વિડિઓ અંગે ખુલાસો કરતા જણાવવામાં આવ્યું છે, યોગાચાર્ય બીકેએસ આયંગરનો વિડિઓ ખોટા અને ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલ છે.
વધુ તપાસ કરતા બેલુર કૃષ્ણમચર સુંદરરાજ (બીકેએસ) આયંગરનો જન્મ 14 ડિસેમ્બર 1918 ના રોજ કર્ણાટકના બેલુરમાં થયો હતો. તેમણે વિશ્વવ્યાપી યોગના પ્રચાર અને પ્રસાર માટે કામ કર્યું. 1975 માં તેમણે તેમની પત્ની રામમણિ આયંગરની યાદમાં યોગ સોસાયટીની સ્થાપના કરી હતી.

યોગના પ્રચાર અને શિક્ષણ બદલ ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી (1991), પદ્મ ભૂષણ (2002) અને પદ્મવિભૂષણ (2014) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટાઇમ્સ મેગેઝિન દ્વારા આયંગરને વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાંના એક તરીકે ઓળખવામાં આવ્યા છે. 2014 માં તેમનું અવસાન થયું હતું. (bksiyengar)
Conclusion
વડાપ્રધાન મોદી યોગાસન કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ યોગાચાર્ય બી.કે.એસ. આયંગરનો છે. BJP નેતા તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા નરેન્દ્ર મોદી સાધુ રૂપે જીવન જીવતા ત્યારે યોગ કરતા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ કે તસ્વીર યોગાચાર્ય બી.કે.એસ. આયંગર છે.
Result :- False
Our Source
(bksiyengar)
news18
theprint
MCPetruk
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)