Fact Check
JIOનો ટાવર સળગાવ્યો હોવાના ભ્રામક દાવા સાથે 2017નો વિડિઓ વાયરલ
સિંધુ બોર્ડર પર છેલ્લા ઘણા અઠવાડિયાથી ખેડુતો નવા કૃષિ કાયદાઓ અને કોર્પોરેટ કંપનીઓનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ખેડૂતોએ JIO સિમનો બહિષ્કાર કર્યો છે. જે બાદ અનેક JIO કંપનીના મોબાઈલ ટાવરોને પણ નુક્શન પહોંચાડવામાં આવ્યું હતુ. ત્યારે હાલમાં આવો જ એક વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં JIOના ટાવર સળગતા જોઇ શકાય છે. ફેસબુક પર “પંજાબ ના શેરો એ Jio ટાવર ની આગ માં આહુતી આપી” કેપશન સાથે વાયરલ વિડિઓ શેર કરવામાં આવ્યો છે.
ટાવરના વાયરલ વિડિઓ સાથે ટ્વીટર પર કેટલાક યુઝર્સ દ્વારા “હજુ તો અંબાણી ટોપ 10 માંથી બહાર નીકળ્યો છે, જો હોળી સુધી કિસાન આંદોલન ચાલુ રહ્યું તો દિવાળું નીકળી જશે“. કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે તપાસ કરી. પહેલા આપણે એ જાણવાનો પ્રયાસ કર્યો કે મુકેશ અંબાણીનું નામ વિશ્વના પ્રથમ 10 ધનિક લોકોની સૂચિમાંથી દૂર થઈ ગયું છે કે? જેના પર મળતી માહિતી મુજબ 21 ડિસેમ્બર 2020 ના રોજ બિઝનેસ ઇન્સાઇડરની વેબસાઇટ પર છપાયેલ એક લેખ મળ્યો. જ્યાં માહિતી આપવામાં આવી છે કે મુકેશ અંબાણી વિશ્વના ધનિક લોકોની યાદીમાં 9 મા ક્રમે છે.

આ પછી, વાયરલ વિડિઓની સત્યતા જાણવા માટે વાયરલ વિડિઓના એક ખૂણામાં TIKTOK લખાયેલું હતું. જે પરથી સાબિત થાય છે, આ પોસ્ટ જૂની છે. કારણકે TIKTOK થોડા સમય આગાઉ ભારતમાં બંધ કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓને ઇનવિડ ટૂલની મદદથી કેટલાક કીફ્રેમ્સમાં રિવર્સ ઇમેજ ટૂલ દ્વારા ગૂગલ પર સર્ચ કરતા. એક યુટ્યુબ ચેનલ પર વાયરલ વિડિઓ ક્લિપ જોવા મળે છે. જે વિડિઓ 20 સપ્ટેમ્બર 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે વધુ તપાસ કરવા ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા 29 જૂન 2017 ના રોજ ન્યૂઝ18 વેબસાઇટ પર પ્રકાશિત થયેલ એક લેખમાં સળગતા ટાવરનો વીડિયો જોવા મળે છે. ઘટનાની માહિતી મુજબ દહેરાદૂનના વસંત વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના અંકિત પુરમની છે. જ્યાં 2017 માં, શોર્ટ સર્કિટને કારણે આ વિસ્તારમાં આવેલા મોબાઇલ ટાવરમાં આગ લાગી હતી.

Conclusion
વાયરલ વીડિયોનો હાલના ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી. ખરેખર, વાયરલ વીડિયોની ઘટના 2017ની છે, જ્યાં દહેરાદૂનના અંકિત પુરામમાં એક મોબાઇલ ટાવર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.
Result :- Misleading
Our Source
ન્યૂઝ18
બિઝનેસ ઇન્સાઇડર
Youtube
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)