Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
દેશમાં ચાલી રહેલા આંદોલન અને વિરોધના માહોલમાં એક વિડિઓ વાયરલ થયો છે, આ વિડિઓમાં અટલ બિહારી બાજપાઈની ભત્રીજી સરકાર પર ટિપ્પણી કરી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિડિઓમાં સરકાર પર કટાક્ષ કરનાર યુવતી પૂર્વ વડાપ્રધાન અટલજીના ભત્રીજી હોવાના દાવા સાથે વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. ફેસબુક પર “लो भाई अंधभक्तों सच्चाई सुन लो अटल बिहारी वाजपेयी जी की भतीजी के मुँह से क्या पता इनकी बात सुनकर शायद तुम्हारी सोच में कुछ बदलाव आ जाये तुम लोग भी सच्चाई को स्वीकार करने लगो” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા વિડિઓ શેર કરવામાં આવેલ છે.
વાયરલ વિડિઓની સત્યતા જાણવા માટે ધ્યાન પૂર્વક વિડિઓ જોતા તેમાં ન્યુઝ સંસ્થાન HNP NEWSનું નામ જોવા મળે છે. જે બાદ ગુગલ સર્ચ કરતા યુટ્યુબ પર HNP NEWS દ્વારા જાન્યુઆરી 2020ના અપલોડ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ આ યુવતીની નામ Atiya Alvi હોવાનું જાણવા મળે છે, તેમજ CAA-NRC પર ચાલી રહેલ વિરોધ સમયે જંતર-મંતર ખાતે આ યુવતીએ આ પ્રકારે ઇન્ટરવ્યૂ આપેલ હતું અને જેમાં સરકાર પર કટાક્ષ કર્યો હતો.
વાયરલ વિડિઓ પર મળતી માહિતી પરથી ફેસબુક પર Atiya Alviના એકાઉન્ટ પર વધુ તપાસ હાથ ધરતા તેમના ફેસબુક વોલ પર અન્ય ઘણા મુદ્દાઓ પર તેમના દ્વારા વિડિઓ મારફતે પોતાના મંતવ્યો રજૂ કરતા વિડિઓ પબ્લિશ થયેલા જોવા મળે છે.

અટલ બિહારી બાજપાઈના ભત્રીજી હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા જાણવા મળે છે, Karuna Shukla (કરુણા શુક્લા) જે તેમના ભત્રીજી છે. જેઓ ભાજપ સાથે જોડાયેલા છે, તેમજ તેઓ છત્તીસગઢ લોકસભાના સભ્ય પણ છે. જેમની તસ્વીર નીચે જોઈ શકાય છે.


સરકાર પર આકરા પ્રહાર કરનાર યુવતી અટલ બિહારી બાજપાઈની ભત્રીજી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ માં દેખાઈ રહેલ યુવતી Atiya Alvi છે, જેમનો CAA-NRC સમયે જંતર-મંતર ખાતે આપેલ મીડિયા બાઈટનો વિડિઓ વાયરલ થયેલ છે. અટલ બિહારી બાજપાઈના ભત્રીજી છત્તીસગઢ લોકસભાના સભ્ય છે, જેમનું નામ કરુણા શુકલા છે.
Karuna Shukla
Atiya Alvi
HNP NEWS
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Prathmesh Khunt
February 11, 2023
Prathmesh Khunt
February 4, 2023
Prathmesh Khunt
January 7, 2023