Fact Check
રત્નાગીરી પહાડો પર આવેલ મંદિરનો વિડિઓ જૂનાગઢ કાશ્મીરી બાપુની જગ્યાનો હોવાના દાવા સાથે વાયરલ
ગુજરાત, જૂનાગઢ ગિરનારની પર્વતમાળા પર આવેલ કાશ્મીરી બાપુના આશ્રમ આજુબાજુ પહાડો પરથી વરસાદનું પાણી વહી રહ્યું હોવાના દાવા સાથે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. ફેસબૂક પર અનેક યુઝર્સ દ્વારા “જૂનાગઢ ગિરનાર જંગલ માં આવેલો પૂજ્ય કાશ્મીરી બાપુ ના અમકું આશ્રમ માં પર્વત માળા ઉપર થી વહેતું વરસાદી પાણી નયન રમ્ય દર્સ્ય જોવો મજા આવશે” કેપશન સાથે વિડિઓ શેયર કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
વાયરલ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા, મંદિરનું નામ ‘मालेश्वर तीर्थक्षेत्र‘ જોવા મળે છે. ગુગલ કીવર્ડ સાથે આ મંદિર વિશે જાણવા પ્રયાસ કરતા, માલેશ્વર તીર્થ ક્ષેત્ર પર કેટલીક તસ્વીર જોવા મળે છે. તેમજ આ મંદિર મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં આવેલ હોવાની પણ જાણકારી મળે છે.
આ ઉપરાંત યુટ્યુબ પર માલેશ્વર તીર્થ પર કેટલાક વિડિઓ મળી આવે છે, જે પરથી આ મંદિર ગુજરાત જૂનાગઢ નહી પરંતુ મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતે આવેલ છે. તેમજ પહાડો પરથી વહી રહેલા વરસાદના પાણીના ધોધ રત્નાગીરી પહાડોના છે.
વાયરલ વિડિઓ જૂનાગઢ કાશ્મીરી બાપુની જગ્યાનો હોવાના દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા junagadhinfo વેબપેજ પર કાશ્મીરી બાપુ વિશે કેટલીક માહિતી તેમજ તેમની જગ્યા અને મંદિરની તસ્વીરો પણ જોવા મળે છે, જે વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલા દર્શ્યોથી તદ્દન અલગ છે. તેમજ કાશ્મીરી બાપુના આશ્રમનું નામ ‘દાતારેશ્વર‘ છે.
Conclusion
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, મહારાષ્ટ્રના રત્નાગીરી પહાડો પર આવેલ મંદિરનો વિડિઓ જૂનાગઢના કાશ્મીરી બાપુનો આશ્રમ હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિઓ માલેશ્વર તીર્થ ક્ષેત્ર છે, જયારે કાશ્મીરી બાપુના આશ્રમનું નામ દાતારેશ્વર છે.
Result :- False
Our Source
Youtube : https://www.youtube.com/watch?v=xjjgdZ3qBDw
junagadhinfo : https://junagadhinfo.com/webpage/kashmiribapu/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)


