Fact Check
ઓબામા દ્વારા ટ્રમ્પની ગિફ્ટ ફેંકવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
Claim :-
સોશ્યલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ અને બરાક ઓબામા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલ ગિફ્ટ ઓબામા ફેંકી રહ્યા છે. આ વિડિઓ “આ વીડિયોમાં એવું સ્પષ્ટ પણે દેખાઈ આવે છે….કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને ગિફ્ટ આપે છે…જે ગિફ્ટ ઓબામા સ્વીકારવા ખાતર સ્વીકારી લે છે….અને પછી થોડાક આગળ જઈને એ ગિફ્ટને તેઓ ફેંકી દે છે….અને ત્યાંથી ચાલ્યા જાય છે” કેપ્શન સાથે વાયરલ કરવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય ભાષામાં પણ આ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
Fact check :-
વાયરલ વિડિઓ પર hindi.newschecker.in દ્વારા 10 જૂન પર ખુલાસો આપતો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓના સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા Soycarmin.com વેબસાઈટ દ્વારા 2017માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ સાથે આ તસ્વીર શેયર થયેલ જોવા મળે છે. ન્યુઝ મુજબ આ ઘટના ઓબામાએ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રીમતી ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં આવકાર્યા તે સમયની છે.

જે બાદ આ વિડિઓ પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ અને ઓબામાની વાઇટહાઉસ ખાતે થયેલ મિટિંગના કેટલાક વિડિઓ મળી આવે છે. જેમાં વાયરલ વિડિઓ પર જોવા મળેલ ગિફ્ટ ફેંકવાની ઘટના જોવા મળતી નથી. આ વિડિઓ cnn, time, abc ન્યૂઝ દ્વારા 20 જાન્યુઆરી 2017ના રોજ પબ્લિશ કરવામાં આવ્યા છે.
Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા પરિણામ સાબિત કરે છે, વિડિઓમાં કરવામાં આવેલ દાવો જેમાં ટ્રમ્પ દ્વારા આપયેલ ગિફ્ટ ઓબામા ફેંકે છે તે એક ડિજિટલી એડિટ કરી બનાવવામાં આવેલ વિડિઓ છે. વાયરલ વિડિઓમાં બતાવવામાં આવેલ ઘટના તદ્દન ભ્રામક છે, ઓબામા દ્વારા આ પ્રકારે કોઈ ગિફ્ટને ફેંકવામાં આવી નથી. ન્યુઝ સંથાન દ્વારા પબ્લિશ કરાયેલ વિડિઓ પરથી સાબિત થાય છે કે આ ઘટના 2017ની છે અને બારાક ઓબામા સાથે કરાયેલ દાવો પણ ભ્રામક છે.
source :-
facebook
twitter
news report
youtube
પરિણામ :- ભ્રામક દાવો (misleading)