Fact Check
BJPએ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં EVM હેક કર્યા છે, પૂર્વ ચૂંટણી કમિશનરના નામ પર ભ્રામક દાવો વાયરલ
સોશિયલ મિડિયા પર એક ન્યુઝ પેપર ક્ટિંગ વાયરલ થઈ રહ્યુ છે, જેમાં પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિનું નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. ન્યુઝ પેપરની દેસલાઇન મુજબ “गुजरात और हिमाचल प्रदेश का चुनाव बीजेपी ने ईवीएम हेकिंग से जीता है : टी एस कृष्णमूर्ति पूर्व चुनाव आयुत्क”. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, “EVM હેંક કરીને ભાજપે આ ચૂંટણી જીતી છે.”
ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા EVM હેંક કરીને ભાજપે આ ચૂંટણી જીતી હોવાના દાવા સાથે ન્યુઝ પેપર કટિંગ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પૂર્વ ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિ પર વાયરલ થયેલ દાવાની સત્યતા તપાસવા માટે કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ટ્વીટર પર 2017-18માં thedailygraph લિંક સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ જોવા મળે છે. જે આર્ટિકલના આધારે ન્યુઝ પેપર દ્વારા કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિને લઇ આ ન્યુઝ 2017માં પબ્લિશ કરવામાં આવ્યા હતા. જયારે thedailygraph દ્વારા આ ન્યુઝ આર્ટિકલ હાલ હટાવવામાં આવ્યો છે.
ચૂંટણી કમિશનરના વાયરલ નિવેદન પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા 2018માં NDTV દ્વારા પબ્લિશ કરવામાં આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિએ વાયરલ દાવાનું ખંડન કર્યું છે, અને તેમના દ્વારા આ પ્રકારે કોઈપણ ન્યુઝ ચેનલ સમક્ષ કે સોશ્યલ મીડિયા પર નિવેદન આપવામાં આવેલ નથી.

આ મુદ્દે વધુ તપાસ કરતા bhaskar, akhireeminatkeekhabar તેમજ khabar247 દ્વારા 2017-18માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ વાયરલ દાવો તદ્દન ભ્રામક છે, કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા EVM હેકિંગ પર કોઈપણ નિવેદન આપેલ નથી.
Conclusion
સોશ્યલ મીડિયા પર EVM હેકિંગની હેડલાઈન સાથે પૂર્વ ચૂંટણી કમિશ્નર ટીએસ કૃષ્ણમૂર્તિના નામ પર વાયરલ થયેલ દાવો તદ્દન ભ્રામક છે. 2017-18માં thedailygraph દ્વારા આ ભ્રામક ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા. જે મુદ્દે ચૂંટણી કમિશનર ટીએસ કૃષ્ણમૂર્તિ દ્વારા વાયરલ દાવાનું ખંડન પણ કરવામાં આવેલ છે.
Result :- False
Our Source
bhaskar,
akhireeminatkeekhabar
khabar247
NDTV
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)