Fact Check
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય
WeeklyWrap : છત્તીશગઢના ચંદાદેવી મંદિર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો બીજી તરફ ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો તો અમુલ બટરના ડુપ્લીકેટ ચાઈનીઝ પેકેજીંગનો વિડીયો વાયરલ થયો આ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

Fact Check: છત્તીશગઢના ચંદાદેવી મંદિર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
સોશ્યલ મીડિયા પર છત્તીશગઢના ચંદાદેવી મંદિરની તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે “કેટલાક નરાધમો દ્વારા છત્તીશગઢમાં ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

શું ખરેખર ‘ધ કાશ્મીર ફાઈલ’ ફિલ્મને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો છે?
કેટલાક સમાચાર સંસ્થાઓ દ્વારા ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ’ને 21 ફેબ્રુઆરીના “શ્રેષ્ઠ ફિલ્મ” શ્રેણીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ 2023 મળ્યો છે. આ અંગે ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા પણ ટ્વીટર મારફતે જાહેરાત કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ એવોર્ડને લઈને છેડાયેલ વિવાદની હકીકત જાણે એમ છે કે “દાદાસાહેબ ફાળકે એવોર્ડ” અને “દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ” બન્ને અલગ સંસ્થા દ્વારા પ્રદાન કરવામાં આવે છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

Fact Check: ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહેલ વ્યક્તિના વાયરલ વિડીયોનું સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ‘અબ્દુલ’ ઉત્તર પ્રદેશના માર્કેટમાં લોકોને ધમકાવી રહ્યો હતો, ત્યારબાદ યોગી આદિત્યનાથની પોલીસે તેને માર માર્યો.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

સોશ્યલ મીડિયા પર અમુલ બટરના ડુપ્લીકેટ ચાઈનીઝ પેકેજીંગના વાયરલ વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર અમુલ બટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “માર્કેટમાં ડુપ્લીકેટ ચાઈનીઝ બટર ફેક અમુલ પેકેજીંગ સાથે મળી રહ્યું છે.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

2018માં વારાણસીના એક બ્રિજ તૂટવાની ઘટનાનો વિડીયો મુંબઈનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
મુંબઈના થાણે ખાતે એક નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાથી ભારે જાનહાની સર્જાઈ હોવાના દાવા સાથે એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બ્રિજના કાટમાળ નીચે દટાયેલ કારના દર્શ્યો જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના મુંબઈ થાણે ખાતે બનેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044