Fact Check
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓનું સત્ય
WeeklyWrap : ઉદ્ધવ ઠાકરે મુઘલ શાસક ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરી રહ્યા છે તો બીજી તરફ UAEમાં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી અને ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે વાયરલ થયેલા ભ્રામક વિડીયો પર TOP 5 ફેકટચેક

ઉદ્ધવ ઠાકરે મુઘલ શાસક ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ મુઘલ શાસક ઔરંગઝેબનો ઉલ્લેખ તેમના ભાઈ તરીકે કર્યો હતો. વીડિયોમાં ઉદ્ધવ ઠાકરે ઔરંગઝેબની બહાદુરીનું વર્ણન કરતા કહે છે, “જો હું હવે કહું કે તે મારો ભાઈ હતો, તેનું નામ શું હતું? હું ઔરંગઝેબ બોલીશ. તે ધર્મ દ્વારા મુસ્લિમ હશે, પરંતુ તેણે પોતાના દેશ માટે પોતાનો જીવ આપી દીધો.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

UAEમાં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો લાગી હોવાના દાવાનું સત્ય
હિંડનબર્ગના અહેવાલ બાદ બેંક ઓફ બરોડાના સીઈઓ સંજીવ ચઢ્ઢા દ્વારા અદાણી જૂથને લોન આપવાનું ચાલુ રાખવાનું નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો બની ગયું છે. આ સંદર્ભમાં, ફેસબુક યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે “મુસ્લિમ કન્ટ્રી UAEમાં બેન્ક ઓફ બરોડા ના ખાતા બંધ કરવા લાંબી કતારો 1 મહિનામાં BOB નું ફીંડલું વળી જશે નક્કી.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત ટાઇટલ સાથે ભ્રામક વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયા પર ફાઇટર જેટ વિમાનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ભારત અને અમેરિકાની ડિફેન્સ તાકાત છે. ફેસબુક યુઝર ‘સંપૂર્ણ સમાચાર સેવા’ દ્વારા “ભારત અમેરિકા ની ડિફેન્સ ભાગીદારી ની તાકાત…દુનિયાને આ પાવરફુલ મેસેજ છે કે નહીં?” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

નાનો બાળક બિમાર બાપને હાથગાડીમાં લઈને હોસ્પિટલ પહોંચ્યો હોવાના વાયરલ વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક હાથ લારીમાં પોતાના પિતાને હોસ્પિટલ લઇ જઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના ગુજરાતની છે. ફેસબુક યુઝર્સ “બિમાર બાપ સામે દીકરો લાચાર! લારી માં સુવાડી પિતાને હોસ્પિટલ પહોંચાડયા.ગુજરાત મોડલ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

Fact Check: છત્તીશગઢના ચંદાદેવી મંદિર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો હોવાના ભ્રામક દાવાનું સત્ય
સોશ્યલ મીડિયા પર છત્તીશગઢના ચંદાદેવી મંદિરની તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે “કેટલાક નરાધમો દ્વારા છત્તીશગઢમાં ચંદાદેવી મંદિર પર પાકિસ્તાનનો ધ્વજ લગાવવામાં આવ્યો છે.”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044