Fact Check
WeeklyWrap : ગુજરાત વિધાનસભા ચૂંટણીથી લઈને નવરાત્રીના ગરબા સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમર્થનમાં બોલ્યા તો બીજી તરફ રાહુલ ગાંધી સાથે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર યુવતીની તસ્વીર જયારે અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જર ગરબા રમ્યા હોવાના વાયરલ દાવા પર TOP ફેકટચેક

ગુજરાતમાં ભાજપ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના સમર્થનમાં બોલ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો વાયરલ
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષો જોરદાર પ્રયાસ કરી રહ્યા છે. આ એપિસોડમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો દબદબો છે. ગુજરાતમાં ભાજપના સમર્થકો પણ આમ આદમી પાર્ટીની સર્વોપરિતા સ્વીકાર કરી રહ્યા છે અને જે ભાજપની ભ્રષ્ટ સત્તાને જડમૂળથી ઉખેડી નાખશે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ભારત જોડો યાત્રાના સંદર્ભમાં રાહુલ ગાંધી સાથે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવનાર યુવતી અમૂલ્યા લિયોના હોવાના ભ્રામક દાવાનું સત્ય
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં તે એક છોકરી સાથે જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી સાથે દેખાતી યુવતી અમૂલ્યા નોરોન્હા છે, જેણે CAA-NRC વિરોધ દરમિયાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવ્યા હતા.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

ચીન અને પાકિસ્તાનથી ઝેરી ફટાકડા માર્કેટમાં આવ્યા હોવાની ચેંતવણી આપતા ગૃહ મંત્રાલયના નામે વાયરલ થયેલ ભ્રામક મેસેજનું સત્ય
દિવાળીના તહેવારો નજીક આવતા સાથે ફરી એક વખત પાકિસ્તાન અને અને ચાઈનાથી ઝેરી ફટાકડા મોકલવામાં આવ્યા હોવાનો દાવો કરતી પોસ્ટ વાયરલ થયેલ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ ગૃહ મંત્રાલયના વરિષ્ઠ તપાસ અધિકારી વિશ્વજીત મુખર્જી દ્વારા જાહેર કરવામાં આવ્યો હોવાના દાવા સાથે પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.

અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જર ગરબા રમ્યા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
આ વર્ષે કોરોનાથી રાહત મળતા નવરાત્રીમાં ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર અનેક સ્ટોરી અને વિડીયો જોવા મળી રહ્યા છે, જે ક્રમમાં અમદાવાદ એરપોર્ટ પર સ્ટાફ અને પેસેન્જરો દ્વારા ગરબા રમવામાં આવ્યા હોવાનો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. વાયરલ વિડીયો ફેસબુક પર કેટલાક ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા હોય ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044