Fact Check
WeeklyWrap : ઓક્સિજનની અછત પર પરતો ઓફિસમાં તોડફોડ અને ચૂંટણી પરિણામો બાદ થયેલ હિંસા તો કોરોના વાયરસ અને વેકિસન મુદ્દે ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ઓક્સિજનની અછત થતા BJP કાર્યકર્તા દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ અને TMC કાર્યકરો પિસ્તોલ અને તલવાર સાથે ઉજવણી કરી તો વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર અને મૃત્યુના પ્રમાણપત્ર પર પણ PM modiની જાહેરાત શરૂ થઈ હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

ઓક્સિજનની અછત થતા BJP કાર્યકર્તા દ્વારા પાર્ટી ઓફિસ પર તોડફોડ કરી હોવાનો ભ્રામક વિડિઓ વાયરલ
હોસ્પિટલમાં બેડ નથી, રેમેડિસિવીર ઇંજેક્શન નથી લગભગ તમામ રાજ્યોમાં ઓક્સિજન ની અછત સર્જાઈ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર આ તમામ પરિસ્થિતિ અંગે પોસ્ટ જોવા મળેલ છે. ત્યારે હાલમાં BJP કાર્યકર્તાઓ દ્વારા ભાજપ કાર્યાલયમાં ઓક્સિજન મુદ્દે તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે.

TMC કાર્યકરો પિસ્તોલ અને તલવાર સાથે ઉજવણી કરી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
આ તમામ વાયરલ પોસ્ટ સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં કેટલાક લોકો પિસ્તોલ, તલવાર અને અન્ય શસ્ત્રો સાથે ઉજવણી કરતા જોવા મળે છે. ફેસબુક અને ટ્વીટર પર આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ TMC કાર્યકરો છે જે ચૂંટણીમાં મળેલી જીત ની ઉજવણી કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર bjpmission4up યુઝર દ્વારા “तृणमूल का चुनाव में जित का जश्न गुंडों के साथ बंगाल में अब रष्ट्रपति शाशन ही विकल्प है” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવ્યો છે.

રામાયણમાં રાવણનું પાત્ર કરનાર કલાકાર અરવિંદ ત્રિવેદીનું મૃત્યુ થયું હોવાની ભ્રામક અફવા, જાણો શું કહયું લક્ષ્મણે
ત્યારે હાલમાં 80 ના દાયકાની પ્રખ્યાત ટીવી સીરિયલ રામાયણમાં રાવણનો રોલ કરનાર અભિનેતા અરવિંદ ત્રિવેદીના મોતની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર ઘણા યુઝર્સ દ્વારા અરવિંદ ત્રિવેદી ને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ “લંકેશ. (રાવણ) શ્રી અરવિંદ ત્રિવેદી ની ચિર વિદાય ઓમ શાંતિ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.

વેક્સીન ના લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર આ હદ્દ સુધી થાય છે, જાણો શું કહે છે ડોક્ટર
HRCTC રિપોર્ટ ના વાયરલ વિડિઓમાં એક તરફ વેક્સીન લીધા બાદ કોરોના થયેલ વ્યક્તિના ફેફસાં અને બીજી તરફ વેક્સીન ન લેનાર વ્યક્તિના ફેફસાં પર કોરોના વાયરસની અસર કેટલી હદ્દ સુધી થયેલ છે, તેની સરખામણી બતાવતો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે. ટ્વીટર પર Dr Sumit K Dubey દ્વારા આ પ્રકાર ના દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક પર “આ વિડીયો જોયા પછી તમે જાતેજ નક્કી કરજો કે વક્સીન લેવી કે નહિ” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે.

મૃત્યુના પ્રમાણપત્ર પર પણ PM modiની જાહેરાત શરૂ થઈ ગઈ!, જાણો શું છે વાયરલ દાવાનું સત્ય
હાલ કોરોના વાયરસના વધતા સંક્ર્મણ સાથે મૃત્યુ આંક પણ ખુબજ વધી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર સ્મશાનમાં અગ્નિદાહ માટે લાગેલી લાઈનો પણ જોવા મળી રહી છે. ત્યારે ફેસબુક અને ટ્વીટર પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જે સાથે દાવો કરવામાં આવેલ છે કે ‘હાલ મૃત્યુના પ્રમાણપત્ર પર પણ નરેન્દ્રમોદી ની તસ્વીર લગાવી જાહેરાત કરવામાં આવી રહી છે‘ ફેસબુક પર “જુઓ મૃત્યુના પ્રમાણપત્ર માં ખુદ યમરાજની ઉપસ્થિતી” કેપશન સાથે પોસ્ટ આમ આદમી પાર્ટી રાજકોટ ફેસબુક ગ્રુપ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)