Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કેરળમાં BJP નેતા પૂરું પાડશે સારું ગૌમાંસ, વેરાવળમાં વખારીયા બજારમાં ખુલ્લેઆમ મર્ડર, અમદાવાદમાં સાંજે 7 પછી રેસ્ટોરેન્ટ બંધ AMC દ્વારા આદેશ અને Post Officeમાં દરેક જમા-ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ લાગુ થવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

જો BJP જીતશે તો જનતાને સારું ગૌમાંસ (Beef) પૂરું પાડવામાં આવશે હોવાનો દાવો ભ્રામક છે. વર્ષ 2017માં થયેલ ચૂંટણી સમયે BJP નેતા દ્વારા આ પ્રકારે વાયદો કરવામાં આવ્યો હતો. જયારે ન્યુઝ સંસ્થાન India TVનો આ વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર હાલમાં કેરળમાં થનાર વિધાનસભા ચૂંટણી સંદર્ભે ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

વેરાવળમાં વખારીયા બજારમાં મર્ડર (Murder) થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. આ સાથે મુંબઈમાં મર્ડર થયું હોવાનો દાવો પણ એક અફવા છે. વાયરલ વિડિઓ એક ફિલ્મ શૂટિંગના સેટ પર લેવામાં આવેલ છે. જે ફિલ્મ શૂટિંગ ગોવાના માપુસા મ્યુનિસિપલ માર્કેટમાં કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

AMC દ્વારા આપવામાં આવ્યો આદેશ અમદાવાદમાં રાત્રે 7 વાગ્યા પછી રેસ્ટોરેન્ટ માટે લોકડાઉન લાગુ થવાની વાત એક અફવા છે. AMC દ્વારા પણ વાયરલ ખબર પર સ્પષ્ટતા આપતા જણાવવામાં આવ્યું કે લોકડાઉનની વાત એક અફવા છે. માત્ર કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય તેવા ખાણીપીણીના યુનિટ બંધ કરાવી દેવાય હતા.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

રાહુલ ગાંધી દ્વારા 2019માં દુબઇમાં આપવામાં આવેલ ભાષણનો વિડિઓ માંથી એક હિસ્સો ખોટા અને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં મહાત્મા ગાંધીજી “અહિંસા” ઈસ્લામ માંથી શીખ્યા હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. જે કોંગ્રેસના સત્તાવાર સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર મળતા વિડિઓ પરથી સાબિત થાય છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap

પોસ્ટ ઓફિસ દ્વારા જમા-ઉપાડ પર 25 રૂપિયા ચાર્જ લાગુ કરવામાં આવ્યો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાનો દ્વારા “1 એપ્રિલથી દરેક ઉપાડ પર લાગશે 25 રૂપિયાનો ચાર્જ” હેડલાઈન સાથે ભ્રામક ન્યુઝ શેર કરવામાં આવેલ છે. INDIA Post પર વાયરલ દાવા વિશે તપાસ કરતા કોઈપણ માહિતી જોવા મળતી નથી. તો PIB Factcheck દ્વારા આ દાવો ભ્રામક હોવાની સ્પષ્ટતા ટ્વીટર મારફતે આપવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો WeeklyWrap
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
Dipalkumar
June 7, 2024
Prathmesh Khunt
November 25, 2023
Prathmesh Khunt
November 11, 2023