Saturday, February 21, 2026

Fact Check

WeeklyWrap : ફ્રાન્સમાં ચાલી રહેલ હિંસાથી લઈને મનાલીમાં આવેલ પૂર અને ભૂસ્ખલન પર ફેલાયેલ ભ્રામક અફવાઓ

Written By Prathmesh Khunt
Jul 17, 2023
banner_image

WeeklyWrap : ફ્રાન્સમાં તાજેતરની હિંસા સાથે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધનો જૂનો વીડિયો વાયરલ થયો તો બીજી તરફ જમ્મુ અને કાશ્મીરનો જૂનો વીડિયો મનાલીમાં ભૂસ્ખલન થયું હોવાના દાવા સાથે વિડીયો વાયરલ થયો. આ તમામ ભ્રામક ખબરો પર આ અઠવાડિયાના TOP વાયરલ ફ્કેટચેક રિપોર્ટ અહીં વાંચો.

WeeklyWrap

ફ્રાન્સમાં તાજેતરની હિંસા સાથે અલ્જેરિયાના રાષ્ટ્રપતિ વિરુદ્ધ વિરોધનો જૂનો વીડિયો શેર કરવામાં આવ્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક બિલ્ડિંગની પાસે મોટી સંખ્યામાં હાજર લોકો હાથમાં ઝંડા લઈને નારા લગાવતા જોવા મળે છે. આ વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જગ્યા ફ્રાન્સની રાજધાની પેરિસમાં આવેલ રિપબ્લિક સ્ક્વેર છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

WeeklyWrap

જમ્મુ અને કાશ્મીરનો જૂનો વીડિયો મનાલીમાં ભૂસ્ખલન થયું હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ

હિમાચલ પ્રદેશમાં સતત ધોધમાર વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરની ઘટનાઓ સર્જાઈ છે, જેમાં કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ભૂસ્ખલનની ભયંકર પરિસ્થિતિ, પૂર જોશમાં વહેતી નદીઓ, જળબંબાકાર વણચકાસાયેલા દ્રશ્યોથી ભરાયેલ છે. ભૂસ્ખલનનો આવો જ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં યુઝર્સે દાવો કરી રહ્યા છે કે તે આ મનાલીમાં બનેલ ઘટના છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા છે? જાણો સત્ય

સોશ્યલ મીડિયા પર યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા હોવાના ન્યુઝ વાયરલ થઈ રહ્યા છે. ન્યુઝ ચેનલ સંદેશ દ્વારા “પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે લગ્ન કર્યા, કારણ જાણીને રહી જશો દંગ..જુઓ વીડિયો” ટાઇટલ સાથે ન્યુઝ ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલ છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી હતી? જાણો વાયરલ દાવાનું સત્ય

સોશ્યલ મીડિયા પર કિરણ બેદી અને ઇન્દિરા ગાંધીની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “જયારે કિરણ બેદીએ ઇન્દિરા ગાંધીની ગાડી ડિટેઇન કરી ત્યારે તેનું સન્માન અને પ્રમોશન કરી પોતાને ઘરે બોલાવીને સાથે ભોજન લીધું હતું” વાયરલ તસ્વીરમાં એક ડાઇનિંગ ટેબલ પર કિરણ બેદી અને ઈન્દીરા ગાંધી બેઠેલા જોવા મળે છે.

WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage