Fact Check
WeeklyWrap : સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ
WeeklyWrap : ભારત અને કેનેડા વચ્ચે ચાલતી સમસ્યાઓથી લઈને ગણેશ ઉત્સવ અંગે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર TOP ફેકટચેક

બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ કરી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલી તસ્વીરનું સત્ય
સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં બીજેપી કાર્યકર્તાઓ કેનેરા બેંકની શાખાની સામે વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. આ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેનેડા-ભારત રાજદ્વારી સંકટ વચ્ચે ભાજપના કાર્યકરોએ કેનેડા સમજીને કેનેરા બેંકની સામે વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય
સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીની એક મહિલા સાથે તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસ્વીરમાં નરેન્દ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાય છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.” આ દાવાના સંદર્ભમાં ફેસબુક પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલીક મહિલાઓ અને બાળકો પોલીસની સામે રડતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ત્યાં ભગવાન ગણેશની મૂર્તિઓ પણ જોવા મળે છે. તેમજ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીઓની હાજરીમાં પ્રતિમાની જગ્યાને સીલ કરવામાં આવી રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં વકીલોએ યોગી સરકારની અંતિમયાત્રા કાઢી અને વિરોધ કર્યો હતો? જાણો શું છે સત્ય
ઉત્તરપ્રદેશમાં વકીલો યોગી સરકાર વિરુદ્ધ ઠાઠડી કાઢીને સુત્રોચાર સાથે વિરોધ કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ફેસબુક યુઝર્સ દ્વારા “પ્રયાગરાજ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર નું અંતિમ સંસ્કાર કરતા વકીલો” ટાઇટલ સાથે આ વિડીયો શેર કરવામાં આવેલ છે. ન્યૂઝચેકરની તપાસમાં આ ઘટના જૂની હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અયોધ્યામાં તૈયાર થઈ રહેલ રામ મંદિરના અંદરના દર્શ્યો જોવા મળી રહ્યા છે. ફેસબુક યુઝર્સ “રામ મંદિર અયોધ્યા અંદરનો ભવ્ય નજારો” ટાઇટલ સાથે આ વિડીયો શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044