Fact Check
2014માં કરીમનગર ખાતે YSR Congress નેતાઓ વચ્ચે થયેલ મારામારીનો વિડિઓ વાયરલ
આંધ્ર પ્રદેશના કરીમનગર ખાતે મહિલા નેતાએ ચપ્પલ વડે પોતાના સાથી નેતાને માર માર્યો હોવાના દાવા સાથે એક વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. ફેસબુ પર “આંધ્ર ના કરીમનગર Congress કાર્યાલય પર પહેલા ધ્વજવંદન કાર્યક્રમ પછી ત્યાંના મહેમાન સાથે છેડછાડ પર ચંપલ વિતરણ કાર્યક્રમ” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
Congress મહિલા નેતા અને તેમના કાર્યકરો વચ્ચે લડાઈના વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણમો જોવા મળે છે. જ્યાં deccanchronicle દ્વારા ઓગષ્ટ 2014ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ મુજબ YSR કોંગ્રેસ મહિલા નેતા ગંતા સુશીલા અને જિલ્લા અધ્યક્ષ ભાષ્કર રેડ્ડી વચ્ચે કરીમનગર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ બાદ લડાઈ થઈ હતી.

મળતી માહિતી અનુસાર ગુગલ સર્ચ કરતા ndtv દ્વારા 2014માં આ ઘટના અંગે પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ Congress જિલ્લા અધ્યક્ષ રેડ્ડી અને મહિલા નેતા સુશીલાને વુમન વિંગના હેડ હોવાના દાવા અંગે અણબનાવ બન્યા હતા, જયારે કરીમનગર ખાતે YSR કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તા દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો તે દરમિયાન મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો :- શું હિન્દુ સંગઠનોએ ઉજ્જૈનમાં મસ્જિદ સામે પાકિસ્તાન વિરોધી નારા લાગવ્યા છે? જાણો શું છે વાયરલ વિડિઓનું સત્ય
ફેસબુક પર વાયરલ પોસ્ટ સાથે આ ઘટના કોંગ્રેસ નેતાઓ વચ્ચે થઈ હોવાનો ભ્રામક દાવો કરવામાં આવ્યો હતો, ન્યુઝ રિપોર્ટ અનુસાર YSR કોંગ્રેસ નેતાઓ વચ્ચે લડાઈ થઈ હતી. ઉલ્લેખનીય છે YSR કોંગ્રેસની શરૂઆત માર્ચ 2011માં જગમોહન રેડ્ડી દ્વારા તેલંગણા કહતે કરવામાં આવેલ છે. જયારે INC કોંગ્રેસ 1885માં કરવામાં આવી હતી.
Conclusion
આંધ્રપ્રદેશ ખાતે કોંગ્રેસ મહિલા નેતા અને અન્ય પાર્ટી મારામારી થયા હોવાનો વાયરલ વિડિઓ 2014માં હૈદરાબાદના કરીમનગર ખાતે બનેલ બનાવ છે. ઉપરાંત આ ઘટના YSR કોંગ્રેસ નેતા ભાષ્કર રેડ્ડી અને મહિલા નેતા સુશીલા વચ્ચે થયેલ છે. સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિઓ આંધપ્રદેશ અને કોંગ્રેસ પાર્ટીના નેતા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044