Fact Check
જાણો અમુલ લસ્સીના ખરાબ પેકેટના વાયરલ વિડીયોનું સત્ય
Claim: જુઓ અમૂલની લસ્સી ના પેકેટ ની હાલત..ઝેર ભરેલું દેખાય છે.
Fact: અમુલ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ, વાયરલ વીડિયોમાં લસ્સીનું પેકેટ પહેલાથી જ ખોલવામાં આવેલ હતું.
સોશ્યલ મીડિયા પર અમુલ લસ્સીને લઈને એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિ અમુલ લસ્સીનું પેકેટ તોડે છે જેમાં ખરાબ લસ્સી જોઈ શકાય છે. સોશ્યલ મીડિયા યુઝર્સ “અમુલ લસ્સી પીવા વાળા આ વિડીયો જુઓ” અને “જુઓ અમૂલની લસ્સી ના પેકેટ ની હાલત..ઝેર ભરેલું દેખાય છે.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો : શું નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને હેર ડ્રાયરથી સૂકવવામાં આવી હતી? જાણો સત્ય
Fact Check / Verification
અમુલની ખરાબ લસ્સીના પેકેટના વાયરલ વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા ટ્વીટર પર અમુલ દ્વારા તેમના સત્તવાર એકાઉન્ટ પરથી કરવામાં 25મેં ના ટ્વીટ જોવા મળે છે. અહીંયા અમુલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે “આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવેલા પેકેટમાં પહેલાથી જ તોડવામાં આવેલ છે. સ્ટ્રો એરિયા પર એક હોલ જોવા મળે છે, જેથી લસ્સી ખરાબ થઈ હોઈ શકે છે.“
આ ઉપરાંત વધુ જણાવવામાં આવ્યું કે, અમૂલના કોઈપણ પેકેટ પર Do not buy puffed/ leaked pack એવું લખાણ પણ કરવામાં આવ્યું હોય છે. વાયરલ વિડીયો એક ભ્રામક સંદેશ આપી રહ્યો છે.
Conclusion
અમુલની ખરાબ લસ્સીના પેકેટનો વાયરલ વિડીયો ભ્રામક રીતે શેર કરવામાં આવેલ છે. અમુલ દ્વારા કરવામાં આવેલ સ્પષ્ટતા મુજબ, વાયરલ વીડિયોમાં લસ્સીનું પેકેટ પહેલાથી જ ખોલવામાં આવેલ હતું. વાયરલ વિડીયો સાથે ભ્રામક સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.
Result : Missing Context
Our Source
Tweet Of Amul.Coop , 25 May 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044