Fact Check
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાને લઈને ભ્રામક તસ્વીર વાયરલ
Claim : છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા
Fact : છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2013માં બનેલ ઘટનાની છે.
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર શેર કરવામાં આવી રહી છે. તસવીરમાં સુરક્ષાકર્મીઓ એક વ્યક્તિને સ્ટ્રેચર પર લઈ જતા જોવા મળે છે.

Ibhavnagar
હકીકતમાં બુધવારે છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 11 જવાન શહીદ થયા હતા. બીબીસીના અહેવાલ મુજબ આ હુમલામાં સુરક્ષા દળના 10 જવાન અને એક ડ્રાઈવર માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, જ્યારે ગૃહ પ્રધાન અમિત શાહે તમામ શક્ય મદદ પૂરી પાડવાનું વચન આપ્યું છે.
Fact Check / Verification
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને NDTVની વેબસાઈટ પર 2013 માં પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. વાયરલ તસ્વીર સાથે અહીંયા આપવા આવેલ રિપોર્ટ મુજબ છત્તીસગઢમાં માઓવાદી હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા. અહીંયા સ્પષ્ટ થાય છે કે આ તસ્વીર ઓછામાં ઓછા 10 વર્ષ પહેલાથી ઇન્ટરનેટ પર હાજર છે.

આ સિવાય બીબીસીના 10 વર્ષ જૂના એક રિપોર્ટમાં પણ વાયરલ તસ્વીર જોવા મળે છે. અહેવાલ અનુસાર, છત્તીસગઢના બસ્તરમાં થયેલા નક્સલી હુમલામાં કોંગ્રેસના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્મા સહિત 28 લોકો માર્યા ગયા હતા.
વધુ તપાસ દરમિયાન ટ્વિટર પર પંજાબ ન્યૂઝ લાઇન દ્વારા 10 વર્ષ અગાઉ છત્તીસગઢના દંતેવાડામાં બનેલ ઘટના અંગેનું જૂનું ટ્વિટ જોવા મળે છે. આ ટ્વીટમાં વાયરલ તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે. જો કે, ન્યૂઝચેકર આ તસ્વીરના સત્તાવાર સ્ત્રોતની પુષ્ટિ કરતું નથી. પરંતુ અહીંયા સ્પષ્ટ છે કે વાયરલ તસ્વીર ઓછામાં ઓછી 10 વર્ષ જૂની છે.
Conclusion
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર ખરેખર 2013માં બનેલ ઘટનાની છે. સોશ્યલ મીડિયા યુઝર્સ 2013માં છત્તીસગઢના બસ્તરમાં થયેલા નક્સલી હુમલાની તસ્વીર હાલમાં બનેલ ઘટના હોવાના દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : Missing Context
Our Source
Report Publsihed at NDTV in 2013
Report Published at BBC in 2013
Tweet by PunjabNewsline in 2013
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044