Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવી ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી છે. ઉલ્લેખનીય છે ભારત આ વર્ષે અબુ ધાબીમાં રમાય રહેલ મેચમાં પાકિસ્તાન સામે હારી ગયું છે, અને ભારત વર્લ્ડ કપ માંથી બહાર થઈ ચૂક્યું છે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને વેસ્ટેન્ડીઝ વચ્ચે રમાયેલ મેચ બાદ વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ અને DJ Bravoએ જોર પકડ્યું હતું.
ફેસબુક યુઝર્સ Gujjukathiyavadi દ્વારા “આખું અબુધાબી થઈ ગયું ભાવુક,ઓસ્ટ્રેલિયાએ પણ ગેલ અને બ્રાવોને આપી આવી રીતે સલામ” ટાઈટ સાથે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. વિસ્તૃત માહિતી મુજબ વેસ્ટ ઈન્ડિઝના બે મહાન ખેલાડી ડ્વેન બ્રાવો અને ક્રિસ ગેલે વેસ્ટેન્ડિઝ માટે પોતાની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને હવે તેઓ ફરીથી વેસ્ટ ઈન્ડિઝ માટે રમતા જોવા મળશે નહીં. બ્રાવોએ પહેલેથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી અને આ મેચની શરૂઆતમાં ગેલે પણ તેના ચાહકોને આંચકો આપતાં નિવૃત્તિ લઈ લીધી હતી.

સોશ્યલ મીડિયા પર Stephen Fry અને Shahid Afridi તેમજ અન્ય યુઝર્સ દ્વારા ક્રિસ ગેલને શુભેચ્છા પાઠવતી ટ્વીટ પણ કરવામાં આવેલ છે. જયારે Crowdtangle ડેટા મુજબ 2 હજારથી વધુ લોકો દ્વારા પોસ્ટ લાઈક (ઈન્ટરેક્શન) કરવામાં આવેલ છે.
વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ ખેલાડી ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ પોસ્ટ અંગે ગુગલ સર્ચ કરતા Thehindu, Cricketaddictor અને Divyabhaskar દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ વેસ્ટ ઈન્ડિઝના ઓપનર ક્રિસે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી T20 વર્લ્ડ કપની મેચ બાદ તેમણે નિવૃત્તિની જાહેરાત કરી નથી. તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની છેલ્લી મેચ રમાઈ હોવાની વાત પણ નકારી હતી.

આ પણ વાંચો :- અશોકવાટિકામાં માતા સીતા જે શિલા પર બિરાજતા હતા તે પરત લાવવામાં આવી હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
વેસ્ટેન્ડિઝ ખેલાડી ડ્વેન બ્રાવો શનિવારે ઓસ્ટ્રલિયા સામે મેચ રમ્યા બાદ ક્રિકેટ માંથી નિવૃત્તિ લીધી હતી, આ ક્ષણે ક્રિસ ગેલ પણ ફેન્સ સાથે વાતચીત કરતા અને મેચનો આનંદ લેતા દેખાઈ છે. મેચ બાદ ICC બોર્ડ દ્વારા લેવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં ક્રિસે પોતાની નિવૃત્તિ અંગે સ્પષ્ટતા કરી હતી.

ICC સાથે વાત કરતાં વેસ્ટેન્ડીઝ ખેલાડી ક્રિસ ગેલ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ માટે આ વર્લ્ડ કપ યાદગાર રહ્યો નથી. વેસ્ટેન્ડિઝનો આ અત્યાર સુધીનો સૌથી ખરાબ વર્લ્ડકપ હતો. આપણી વચ્ચેથી એક લેજન્ડરી ખેલાડી ડીજે બ્રાવો નિવૃત્ત થઈ રહ્યો છે, પરંતુ હું થોડી મજા કરી રહ્યો હતો, ભીડ સાથે વાતચીત કરી રહ્યો હતો.વધુમાં કહ્યું કે, “મેં નિવૃત્તિની જાહેરાત કરી નથી, જો બોર્ડ ખરેખર મને બીજી મેચ આપવા માંગે છે, તો હું જમૈકામાં મારા હોમ ગ્રાઉન્ડ પર મારા ઘરના પ્રેક્ષકોની સામે રમવા માંગુ છું, જ્યાં હું કહી શકું છું, “ઓહ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર.”
વેસ્ટેન્ડિઝ ખેલાડી ક્રિસ ગેલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લઇ રહ્યા હોવા અંગે ભ્રામક પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. ક્રિસ ગેલે મેચ બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે તેઓ નિવૃત્તિ નથી લઇ રહ્યા. ઉલ્લેખનીય છે વેસ્ટેન્ડીઝ ખેલાડી ડેન બ્રાવોએ ઓસ્ટ્રેલિયા સામેની મેચ બાદ નિવૃત્તિ જાહેર કરી હતી.
ICC Board :- (https://www.facebook.com/icc/videos/605684390559173)
Cricketaddictor :- (https://cricketaddictor.com/icc-t20-wc-2021/chris-gayle-reveals-why-he-hasnt-announced-retirement-from-t20is-when-he-will-hang-his-boots/)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Runjay Kumar
November 22, 2023
Prathmesh Khunt
February 28, 2021
Prathmesh Khunt
March 14, 2020