Fact Check
શું CJI DY ચંદ્રચુડે લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરી હતી?
Claim: CJI DY ચંદ્રચુડે લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરી
Fact: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ દ્વારા લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરવાના નામે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડની એક તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે, જેમાં તેમણે લોકોને સરકાર વિરુદ્ધ વિરોધ કરવાની અપીલ કરી છે. ભારતના સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે ડીવાય ચંદ્રચુડ દ્વારા લોકોને વિરોધ કરવાની અપીલ કરી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Fact Check / Verification
ન્યૂઝચેકરે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નામે લોકોને સરકાર સામે વિરોધ કરવા વિનંતી કરવામાં આવી હોવાની વાત અમારી તપાસ મુજબ,14 ઓગષ્ટ 2023ના રોજ સુપ્રીમ કોર્ટે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ દાવાને ખોટો ગણાવ્યો હતો. રીલીઝ મુજબ, “સર્વોચ્ચ અદાલતના ધ્યાન પર આવ્યું છે કે એક સોશિયલ મીડિયા પોસ્ટ (લોકોને સત્તાવાળાઓ સામે વિરોધ કરવા માટે આહ્વાન કરતી) ફાઇલ ફોટોગ્રાફનો ઉપયોગ કરીને અને ચીફ જસ્ટિસ ઇન્ડિયાને ખોટી રીતે ટાંકીને પ્રસારિત કરવામાં આવી રહી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા આવી કોઈ પોસ્ટ જારી કરવામાં આવી નથી અને ન તો તેમણે આવી કોઈ પોસ્ટને અધિકૃત કરી છે. કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં, 14 ઓગષ્ટ 2023ના રોજ ઈન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત એક લેખ અનુસાર સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ અતુલ કુર્હેકર અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ આ દાવાને નકારી કાઢ્યો છે.

(આ પણ વાંચો : મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નામે વાયરલ થયેલા દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ અહીં વાંચો)
Conclusion
આમ, અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ દ્વારા લોકોને સરકાર સામે વિરોધ કરવાની અપીલ કરવાના નામે શેર કરવામાં આવેલો દાવો ખોટો છે.
Result : False
Our Source
Supreme Court of India press release, August 14, 2023
India Today report, August 14, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044