Fact Check
શું ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો મચ્યો? જાણો વાયરલ વિડીયોનું સત્ય
Claim : ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન સ્ટેડિયમમાં હોબાળો મચ્યો
Fact : વાયરલ વિડીયો ખરેખર 8 સપ્ટેમ્બર 2022ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનના સમર્થકો વચ્ચે થયેલ લડાઈના દર્શ્યો છે.
એશિયાકપ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં શ્રીલંકા ખાતે રમાયેલ ભારત-પાકિસ્તાન મેચમાં ભારત 228 રનથી વિજય થયું હતું. સોશ્યલ મીડિયા પર આ સંદર્ભમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો સ્ટેડિયમમાં ખુરશીઓ ફેંકી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “10 સપ્ટેમ્બરના મેચ દરમિયાન વરસાદ આવ્યા બાદ સ્ટેડિયમમાં હોબાળો મચ્યો” જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વીડિયો જૂનો જણાયું છે.

Fact Check / Verification
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદ આવ્યા બાદ સ્ટેડિયમમાં હોબાળો મચ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયો અંગે ગુગલ સર્ચ કરતા indiatoday દ્વારા 8 સપ્ટેમ્બર 2022ના પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. અહીંયા વાયરલ વિડીયોના દર્શ્યો જોઈ શકાય છે, તેમજ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન પાકિસ્તાન સામેની મેચ હારી ગયા બાદ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર Hindustan Times દ્વારા 8 સપ્ટેમ્બર 2022ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વાયરલ વિડીયો મળી આવે છે. પાકિસ્તાને શારજાહમાં સુપર 4 મુકાબલામાં અફઘાનિસ્તાન સામે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. પાકિસ્તાનના આસિફ અલીએ 19મી ઓવરમાં અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહમદ પર ગુસ્સાથી પોતાનું બેટ લહેરાવ્યું ત્યારથી બન્ને પક્ષોના સમર્થકોમાં તણાવ વધી રહ્યો હતો.
વધુમાં, રોમાંચક મુકાબલાના અંત પછી, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાન ચાહકોએ સ્ટેડિયમની અંદર પાકિસ્તાની ચાહકો પર સીટ ફેંકતા જોવા મળ્યા હતા. રિપોર્ટ મુજબ, માત્ર અંદર જ નહીં સ્ટેડિયમની બહાર પણ પરિસ્થિતિ હાથમાંથી બહાર નીકળી ગઈ હતી.
Conclusion
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન વરસાદ આવ્યા બાદ સ્ટેડિયમમાં હોબાળો મચ્યો હોવાના દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડીયો ખરેખર 8 સપ્ટેમ્બર 2022ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન પાકિસ્તાનના સમર્થકો વચ્ચે થયેલ લડાઈના દર્શ્યો છે.
Result : Partly False
Our Source
Media Report Of indiatoday , 8 Sept 2022
YouTube Video Of Hindustan Times , 8 Sept 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044