Fact Check
કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો હોવાના ભ્રામક દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
થોડા દિવસો અગાઉ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઇ તૂટવાના સમાચાર વહેતા થયા હતા, આ અંગે સોશ્યલ મીડિયા અને ન્યુઝ ચેનલો પર પણ ખુબ જ ચર્ચાઓ થઈ રહી છે. આ ક્રમમાં કિંજલ દવે અને RJ દેવકીના એક ઇન્ટરવ્યૂનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો”

આ પણ વાંચો : વુમન્સ પ્રીમિયર લીગ માંથી બે પુરૂષ કોમેન્ટેટરોને બહાર કરવામાં આવ્યા હોવાના દાવાનું સત્ય
Fact Check / Verification
કિંજલ દવેએ સગાઇ તૂટ્યા બાદ પવન જોશીને ફોન કર્યો હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર RJ દેવકીના ઓફિશ્યલ ફેસબુક પેજ પર જુલાઈ 2019ના પોસ્ટ કરવામાં આવેલ આ ઇન્ટરવ્યૂ જોઈ શકાય છે. આ ઇન્ટરવ્યૂ એક કારમાં લેવામાં આવેલ છે, જ્યાં એક સમયે તેઓ કિંજલ દવેના થનારા પતિ પવન જોશીના ઘરની બહાર પહોંચે છે અને તેમની સાથે ફોન પર વાત કરે છે.
આ ઇન્ટરવ્યૂ યુટ્યુબ પર Red FM Gujarati ની ચેનલ પર પણ જોઈ શકાય છે. આ વિડીયો 30 જુલાઈ 2019ના પોસ્ટ કરવામાં આવેલ છે, જેથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કિંજલ દવેની સગાઇ તૂટ્યા બાદ તેઓએ પવન જોશીને ફોન કરેલો નથી.
Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો કિંજલ દવેનો આ વિડીયો જુલાઈ 2019માં RJ દેવકી દ્વારા લેવામાં આવેલ ઇન્ટરવ્યૂનો એક ભાગ છે. વાયરલ વિડીયોને હાલમાં કિંજલ દવેની સગાઇ તૂટવાની ઘટના સાથે જોડીને શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Facebook Live Of RJ Devki, on 30 Jul 2019
YouTube Video Of RedFM Gujarati, 30 Jul 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044