Fact Check
શું ખરેખર kumar kanani એ સ્વીકાર્યું કે ભાજપ સરકારની બેદરકારીમાં હજારો લોકો મૃત્યુ પામ્યા?, વિડિઓ વાયરલ
કોરોનાની બીજી લહેર ખુબ જ ભયંકર હતી, દર્દીઓની સંખ્યા પણ વધારે હતી. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા ખોરવાઈ હતી. આ સમયે ગુજરાતના આરોગ્ય મંત્રી kumar kanani અનેક વિવાદોથી ઘેરાયા હતા. સુરતના વરાછાના કેટલાક વિસ્તારમાં ‘આરોગ્યમત્રી ખોવાયા છે મળે તો સિવિલ હોસ્પીટલમાં પહોચાડવા માટે વિનંતી’ તેવું લખેલા બેનર પણ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોતાની પડતર માંગો પર મેડિકલ અને ફાર્માસીસ્ટો દ્વારા સોશ્યલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ફેસબુક પર મંત્રી kumar kanani નો એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં કુમાર કાનાણી કોરોનાની બીજી લહેર દરમિયાન ભાજપ સરકાર દ્વારા બેદરકારી દાખવી હોવાના કારણે હજારો મૃત્યુ થયા હોવાની કબૂલાત કરી રહ્યા છે. વાયરલ વિડિઓ “આખરે (કાકા)કુમાર કાનાણી ગુજરાત ના માનનીય આરોગ્ય મંત્રી એ સત્ય નો સ્વીકાર કર્યો કે કોરોના મા ભાજપ સરકાર ની નાકામી અને અણ આવડત ને લીધે હજારો ના મોત થયા” કેપશન સાથે પોસ્ટ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
આરોગ્ય મંત્રી kumar kanani દ્વારા કોરોના કાળમાં ભાજપ સરકારની બેદરકારીના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકાર કરી રહ્યા હોવાના વાયરલ વિડિઓ અંગે જાણકારી માટે ફેસબુક પર કુમાર કાનાણીના ઓફિશ્યલ એકાઉન્ટ પર સર્ચ કરતા 18 જુલાઈના મંત્રી કાનાણી દ્વારા કરવામાં આવેલ ફેસબુક લાઈવ વિડિઓ જોવા મળે છે.
આરોગ્ય મંત્રી દ્વારા ફેસબુક પર ‘નગરજોગ સંદેશ‘ ટાઇટલ સાથે કરવામાં આવેલ ફેસબુક લાઈવ વિડિઓ ધ્યાન પૂર્વક જોતા 9 મિનિટ બાદ વાયરલ વિડિઓમાં કહેવામાં આવેલ વાત સાંભળવા મળે છે. જ્યાં તેઓ આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગુજરાતમાં ચાલી રહેલ જન સંવેદના યાત્રા પર કટાક્ષ કરી રહ્યા હતા, જેમાં AAP દ્વારા કોરોના કાળમાં ભાજપની કામગીરી પર લગાવવામાં આવેલ આક્ષેપો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- Maharashtraના કોયના ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હોવાના દાવા સાથે ચાઈનામાં યેલો રિવર પર આવેલ ડેમનો વિડિઓ વાયરલ
અહીંયા આપણે વાયરલ વિડિઓ અને આરોગ્ય મંત્રીના ફેસબુક લાઈવના વિડિઓ જોઈ શકાય છે, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપો પર કરવામાં આવેલ વિડિઓના એક ભાગને ભ્રામક દાવા સાથે પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું સાબિત થાય છે.
Conclusion
ભાજપ સરકારની બેદરકારીના કારણે કોરોનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હોવાની કબૂલાત કરતો આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનો ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે. kumar kanani ના ફેસબુક લાઈવના એક ભાગને સોશ્યલ મીડિયા પર ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Kumar Kanani FB Live
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044