Fact Check
યમુના એક્સપ્રેસવેનો જૂનો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં યમુના એક્સપ્રેસ હાઈ-વે પર ધુમ્મસના કારણે કાર અકસ્માતના દર્શ્યો જોવા મળે છે. વીડિયોમાં એક પછી એક કાર ધુમ્મ્સના કારણે અથડાતા જોવા મળે છે. ફેસબુક યુઝર્સ “યમુના એક્સપ્રેસ હાઈવે પર ખતરનાક અકસ્માત” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતની શાળાના વાયરલ વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ભ્રામક દાવા સાથે કરવામાં આવ્યો વાયરલ
Fact Check / Verification
યમુના એક્સપ્રેસ હાઈવે પર ખતરનાક અકસ્માતના વાયરલ વીડિયોના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર યુટ્યુબ પર Greater Kashmir નામની ચેનલ દ્વારા નવેમ્બર 2017ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. મળતી માહિતી મુજબ, આગ્રા-નોઈડા યમુના એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે 18થી વધુ કાર એકબીજા સાથે અથડાઈ હતી.
આ અંગે thequint અને First India News દ્વારા નવેમ્બર 2017ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, ગાઢ ધુમ્મસના કારણે યમુના એક્સપ્રેસવે પર 20થી વધુ વાહનોના અકસ્માતના બનાવો બન્યા હતા, આ ઘટનામાં ઓછામાં ઓછા 22 લોકો ઘાયલ થયા હતા.

Conclusion
યમુના એક્સપ્રેસ હાઈવે પર ખતરનાક અકસ્માતનો વાયરલ વિડીયો નવેમ્બર 2017માં લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા યુઝર્સ 2017માં બનેલ ઘટનાને હાલના સંદર્ભમાં ભ્રામક રીતે શેર કરી રહ્યા છે.
Result : Missing Context
Our Source
YouTube Video Of Greater Kashmir , on NOV 2017
YouTube Video Of First India News, on NOV 2017
Media Report of thequint , on NOV 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044