Fact Check
યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને હરાવવા માયાવતીએ ભાજપને મત આપવા કહ્યું હોવાનો વિડિઓ વાયરલ
ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી તેના ચોથા ચરણમાં ચાલી રહી છે, અને 10 માર્ચના વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. નોંધનીય છે કે યુપીમાં આ વખતે યોગી આદિત્યનાથ, અખિલેશ યાદવ અને પ્રિયંકા ગાંધી એકબજીના પ્રતિદ્વંદીઓ છે. ત્યારે, સોશિયલ મીડિયા પર માયાવતીએ સપાને હરાવવા માટે ભાજપને વોટ આપવાનું કહ્યું હોવાનો એક વિડિઓ વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં બસપા સુપ્રીમો માયાવતી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા જોવા મળે છે.
ફેસબુક પર “માયાવતીએ મોટો બોંબ ફોડયો” ટાઇટલ સાથે ન્યુઝ સંસ્થાન Sampurna Samachar Seva દ્વારા માયાવતીનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓ ફેસબુક પર 11 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે.

વાસ્તવમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના કેટલાક લોકો ચૂંટણીમાં ભાજપ માટે રસ્તો સરળ બનાવવાની ચર્ચાઓ ચાલી રહી છે. યુપી ચૂંટણીમાં બસપાએ કુલ 403 બેઠકોમાંથી 225 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. TV9ના એક લેખ અનુસાર, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર બંધ થવાનો છે. સમગ્ર રાજ્યમાં સત્તા કબજે કરવા માટે ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી રહી છે.
જો કે સત્તાની આ લડાઈને ત્રિકોણીય બનાવવા માટે બસપા પૂરો પ્રયાસ કરી રહી છે. પરંતુ તેના ઉમેદવારોની યાદી જોતા એવું લાગે છે કે તેનો ભાર પોતાને જીતવા કરતાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને હરાવવા પર વધુ છે. આ માટે બસપાએ મોટા પાયે મજબૂત મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે સપા ગઠબંધનની રમત બગાડી શકે છે. આવી સ્થિતિમાં, રાજકીય ગલિયારામાં સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું બસપા પડદા પાછળ ભાજપને મદદ કરી રહી છે?
Fact Check / Verification
યુપી વિધાનસભા ચૂંટણીમાં માયાવતી સપાને હરાવવા માટે ભાજપને મત્ત આપવાનું કહી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા યુટ્યુબ પર BBC News Hindi દ્વારા ઓક્ટોબર 2020માં પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીઓમાં જોવા મળે છે. વીડિયોમાં બસપા સુપ્રીમો કહી રહ્યા છે કે ‘BSP MLC ચૂંટણીમાં SPના બીજા ઉમેદવારને હરાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવશે અને આ માટે પાર્ટીના ધારાસભ્યોએ BJP કે અન્ય કોઈ ઉમેદવારોને વોટ આપવા પડશે તો પણ આપશે.‘
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા લાઈવ હિન્દુસ્તાન દ્વારા ઓક્ટોબર 2020ના રોજ પ્રકાશિત કરવામાં આવેલ એક અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, માયાવતીએ UP MLC ચૂંટણી પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની પાર્ટી સપાને હરાવવા માટે સંપૂર્ણ તાકાત લગાવશે. તે માટે ધારાસભ્યોએ ભાજપ કે અન્ય પક્ષના ઉમેદવારને મત પણ આપશે.
આ અંગે, ટ્વીટર પર ANI દ્વારા ઓક્ટોબર 2020ના કરવામાં આવેલ પોસ્ટ પણ જોઈ શકાય છે. જે મુજબ, ચીફ માયાવતી કહે છે કે “તેમની પાર્ટી સમાજવાદી પાર્ટીના બીજા ઉમેદવારને હરાવવા માટે ભવિષ્યની યુપી એમએલસી ચૂંટણીમાં ભાજપ અથવા કોઈપણ પક્ષના ઉમેદવારને મત આપશે.”
Conclusion
યુપી વિધાનસભા ચૂંટણીમાં માયાવતી સપાને હરાવવા માટે ભાજપને મત્ત આપવાનું કહી રહી હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. ખરેખર ઓક્ટોબર 2020માં UP MLC ચૂંટણી પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બસપા સુપ્રીમોએ સપાને હરાવવા માટે ભાજપ અથવા અન્ય પાર્ટીને મત આપવાનું કહ્યું હતું.
Result :- Missing Context
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044