Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Muslim boy attack police in Hyderabad
હૈદરાબાદમાં મુસ્લિમ યુવકો દ્વારા પોલીસકર્મી ને ઢોર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે એક વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ છે. ફેસબુક પર હૈદરાબાદમાં આવેલ હાફિઝપેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સાથે આ ઘટના બનેલ હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
યુઝર્સ દ્વારા ” Muslims have beaten up the police guys from police station at hafeezpet . They are trying to destroy” કેપશન સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
હૈદરાબાદમાં મુસ્લિમ યુવકો દ્વારા પોલીસકર્મી ને ઢોર માર મારવામાં આવ્યો હોવાના દાવા સાથે શેર થઈ રહેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર cyberabadpolice દ્વારા 29 મેં 2020ના કરવામાં આવેલ ટ્વીટ જવા મળે છે. જેમાં હાફિઝપેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સાથે મારા-મારી થઈ હોવાનો વિડિઓ તદ્દન ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
તેમજ વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વાયરલ વિડિઓ હૈદરાબાદ પોલીસ નો નથી, હાલ વિડિઓ કઈ જગ્યા નો છે જે અંગે કોઈ ચોક્કસ જાણકારી નથી. પરંતુ આવા ભ્રામક વિડિઓ શેર કરનાર યુઝર્સ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
ત્યરબાદ, આ વાયરલ વિડિઓ ધ્યાન થી જોતા મારા-મારી કરી રહેલા યુવકો ગુજરાતી ભાષામાં અભદ્ર શબ્દો બોલતા સંભળાય છે. વધુમાં વિડિઓમાં દેખાઈ રહેલ દુકાનો ના નામ પણ ગુજરાતીમાં લખાયેલા જોવા મળે છે. જે બાદ ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે.
ન્યુઝ સંસ્થાન etvbharat અને zeenews દ્વારા ઓક્ટોબર 2020 ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ ચાંદલોડિયા વિસ્તારમાં પોલીસકર્મીને જાહેર રોડ પર 6 શખ્સોએ મુઢ માર માર્યો હોવાની ઘટના બનેલ છે. પોલીસકર્મીએ દારૂનાં નશામાં સ્થાનિક લોકો સાથે ઘર્ષણ કરતા 6 શખ્સોએ પોલીસ કોન્સટેબલને ઢોર માર માર્યો હતો. સુનિલ ચૌહાણ નામનાં પોલીસ કોન્સ્ટેબલને 6 જેટલા શખ્સોએ માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો :- WhatsApp દ્વારા નવા નિયમો લાગુ કરાયા અને હવે સરકાર પણ નજર રાખશે દરેક મેસેજ પર, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય

જયારે પોલીસે કોન્સ્ટેબલ પર હુમલો કરનાર યુવકો વિરુદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલ પણ નશામાં ધૂત હોવાનું ધ્યાને આવતા તેની વિરુદ્ધ અલગથી પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
હૈદરાબાદમાં મુલ્સિમ યુવકો દ્વારા પોલીસ કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં બનેલ ઘટના ગુજરાતના અમદાવાદ શહેરની છે. આ ઘટના અમદવાદ ના ચાંદલોડિયા વિસ્તારમાં ઓક્ટોબર 2020ના બની હતી, જેને હાલ હૈદરાબાદ માં મુસ્લિમ યુવકો ના નામ સાથે શેર કરવામાં આવી રહી છે.
Shubham Singh
June 2, 2023
Prathmesh Khunt
July 13, 2020
Prathmesh Khunt
July 29, 2020