Fact Check
શું ખરેખર પ્રેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે? જાણો સત્ય
Claim : પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં રૂ.10નો ઘટાડો
Fact : નવેમ્બર 2021ના સરકાર દ્વારા પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. યુઝર્સ જુના સમાચાર ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
સોશ્યલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવા આવ્યો છે કે પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો છે. “કેન્દ્ર સરકારે પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં કર્યો ઘટાડો” ટાઇટલ સાથે TV9 ન્યુઝના સ્ક્રીન શોટ શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો હોવાના દાવા સાથે વાયરલ થયેલા સ્ક્રીનશોટને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર TV9 ગુજરાતી દ્વારા 3 નવેમ્બર 2021ના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અહીંયા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયા હોવાની ન્યુઝ સાથે વાયરલ સ્ક્રીનશોટ પણ જોવા મળે છે.
આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હોવા અંગે ગુગલ સર્ચ કરતા PIB દ્વારા 3 નવેમ્બર 2021ના જાહેર કરવામાં આવેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ, લોકડાઉનના તબક્કા દરમિયાન પણ આર્થિક વિકાસની ગતિ જાળવી રાખવા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝમાં જંગી ઘટાડો કરવામાં આવ્યો હતો.

Conclusion
પેટ્રોલના ભાવમાં રૂ.5 અને ડીઝલના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો હોવાની ખબર તદ્દન ભ્રામક છે. નવેમ્બર 2021ના સરકાર દ્વારા પ્રેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. યુઝર્સ જુના સમાચાર ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Source
YouTube Video Of TV9 ગુજરાતી, 03 Nov 2021
Press Release Of PIB , 03 Nov 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044