Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને વોટસએપ પર સુપ્રીમકોર્ટના વકીલ હરીશ સાલ્વેના નામ સાથે મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ મેસેજમાં હરીશ સાલ્વે ભારતના લોકોને વસ્તી નિયંત્રણ અંગે ચેતવણી આપતા કહ્યું કે આઝાદી સમયે ભારતમાં મુસ્લિમ વસ્તી 30 મિલિયન હતી જયારે હવે આ આંકડો 300 મિલિયન પોહચી ગયો છે. તેમજ ભાજપ આગામી ચૂંટણીમાં રાજ્યસભામાં બહુમત સાથે જીત મેળવશે અને 20-25 નવા બિલ રજૂ કરશે.

ફેસબુક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવી રહેલા દાવાઓમાં લખવામાં આવ્યું છે કે “વરિષ્ઠ વકીલ સુપ્રીમ કોર્ટ શ્રી હરીશ સાલ્વે ચેતવણી આપે છે. નવેમ્બરમાં રાજ્યસભામાં ભાજપને બહુમતી મળશે અને 25 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે 25 નવા બિલ પસાર કરવામાં આવશે જેમાં સૌથી મહત્વપૂર્ણ બિલ વસ્તી નિયંત્રણ બિલ હશે. આઝાદીના 73 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 30 મિલિયનથી વધીને 300 મિલિયન થઈ ગઈ છે, તો આપણા પુત્રની ઉંમર એટલે કે આગામી 70 વર્ષમાં (2090) કેટલી હશે? તેથી આવનારી પેઢીઓની સુરક્ષા માટે CAA, NRC, NPR અને વસ્તી નિયંત્રણ બિલ ફરજિયાત છે.”

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સોશ્યલ મીડિયા પર ફેલાયેલ ભ્રામક અફવાઓ પર Newschecker દ્વારા કરવામાં આવેલ ફેકટચેક
ભૂતકાળમાં, હરીશ સાલ્વેએ નાગરિકતા સુધારા અધિનિયમ (CAA-NRC) પર તેમના મંતવ્યો રજૂ કર્યા હતા, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ‘સમાનતાના સિદ્ધાંતનો અર્થ એ નથી કે દરેક કાયદાનો સાર્વત્રિક ઉપયોગ હોવો જોઈએ, સુપ્રીમ કોર્ટે પણ વારંવાર દખલ કરવાનો ઇનકાર કર્યો છે અને ભારત માટે કઈ નીતિ શ્રેષ્ઠ છે તે નક્કી કરવાનું સરકાર પર છોડી દીધું છે. કાયદાના અમલમાં એક વ્યાપક વર્ગ સાથે ભેદભાવ થવાની ભીતિને કારણે નિંદા થઈ રહી છે.’ જો કે, તેઓ વસ્તી નિયંત્રણ બિલ પર કઈપણ બોલ્યા હોવાના કોઈ અહેવાલ જોવા મળતા નથી.

રાજ્યસભામાં ભાજપ અને અન્ય પાર્ટીની સ્થતિ જોવા અમે તેમની આધિકારિક વેબસાઈટ પર સર્ચ કરતા જાણવા મળે છે કે ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 92 સીટ છે. જો..કે ભાજપની આ સંખ્યામાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. એક મીડિયા અહેવાલ મુજબ 1988 બાદ ભાજપ પ્રથમ પાર્ટી છે જેમણે ઉપલાગૃહમાં સતક લગાવી હોય.

પરંતુ, ભાજપે હજુ પણ રાજ્યસભામાં કોઈપણ બિલને કાયદો બનવવા માટે અન્ય પક્ષોનો ટેકો લેવો પડી રહ્યો છે. નોંધનીય છે કે રાજ્યસભામાં કુલ 245 બેઠકો છે, જેમાંથી 123 બેઠક જીતનાર પાર્ટી બહુમત સાથે સરકાર ચાલવી શકે છે.
વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ સરકારને બહુમત મળ્યા બાદ વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવામાં આવશે. આ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા indianexpressનો એક અહેવાલ જોવા મળે છે, જ્યાં આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા દ્વારા વસ્તી નિયંત્રણ કાયદા અંગે ટિપ્પણી કરી હતી.

અહેવાલ મુજબ, બીજેપી સાંસદ રાકેશ સિંહાએ જુલાઈ 2019માં રાજ્યસભામાં પોપ્યુલેશન રેગ્યુલેશન બિલ રજૂ કર્યું હતું. જેમાં બે બાળકનો નિયમ સાથે કાયદાના ઉલ્લંઘન માટે દંડની જોગવાઈઓ લાગુ કરવા માંગ કરવામાં આવી હતી. જેનો જવાબ આપતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે “બળનો ઉપયોગ કરવાને બદલે, સરકારે વસ્તી નિયંત્રણ હાંસલ કરવા માટે જાગૃતિ અને આરોગ્ય અભિયાનોને સફળતાપૂર્વક લાગુ કરવા જોઈએ.
સુપ્રીમ કોર્ટના વકીલ હરીશ સાલ્વેના હવાલે દાવો કરવામાં આવ્યો છે કે આઝાદી પહેલા ભારતમાં મુસ્લિમ વસ્તી 30 મિલિયન હતી જે હવે 300 મિલિયન પહોંચી ગઈ છે. આ અંગે ગુગલ સર્ચ કરતા census2011નો ડેટા જોવા મળે છે, 2011ની વસ્તી ગણતરી મુજબ મુસ્લિમ વસ્તી કુલ 17 કરોડ જેટલી છે. જયારે આઝાદી સમયે ભારતમાં મુસ્લિમ વસ્તી કુલ 3 કરોડ આસપાસ હતી.
આ મુદ્દે વધુ તપાસ કરતા અમેરિકન ન્યુઝ સંસ્થાન ‘પ્યુ રિસર્ચ’ દ્વારા ભારતના વસ્તી વધારા અને ધાર્મિક રચના અંગે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે. ભારતની વસ્તી વધારાના માર્ગમાં અન્ય ફેરફારોને બાદ કરતાં, આવનારા દાયકાઓમાં મુસ્લિમ વસ્તીમાં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવશે, જ્યારે હિંદુઓ ખુબ મોટી બહુમતીમાં જોવા મળશે. અહીંયા રિસર્ચમાં ભારત 2050 સુધીમાં અલગ-અલગ ધર્મના લોકોની વસ્તી અંગે એક અનુમાન લગાવતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, ન્યૂઝચેકર દ્વારા સુપ્રીમ કોર્ટ વકીલ હરીશ સાલ્વેનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો છે. વાયરલ મેસેજ અંગે હરીશ સાલ્વેની ટિપ્પણી નજીકના સમયમાં અપડેટ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ વકીલ હરીશ સાલ્વેને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજ તદ્દન ભ્રામક છે. વાયરલ મેસેજ સાથે કરવામાં આવેલ દાવા અંગે કોઈપણ સચોટ પુરાવા જોવા મળતા નથી. હરીશ સાલ્વે CAA-NRCનું સમર્થન કરી રહ્યા હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે.
Our Source
Official Website Of RajyaSabha
Indianexpress Report on, April 2022
census2011
News Report Of pewresearch, SEP 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044