Fact Check
શું શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
Claim : શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે.
Fact : શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો બાંગ્લાદેશી કરન્સી ‘ટકા’ની છે. શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમો પાસે જતી નથી.
સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમો પાસે જતી હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક મુસ્લિમ લોકો દાનપેટી માંથી રૂપિયા બહાર કાઢતા જોવા મળે છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “શીરડી સાંઈ બાબાની આવક હિન્દુઓની છે” ન્યૂઝચેકરને સાંપ્રદાયિક રંગ સાથે શેર કરવામાં આવેલ આ વિડીયો ભ્રામક હોવાનું જણાયું છે.

આ પણ વાંચો : શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય
Fact Check / Verification
શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો ભારતીય ચલણની નથી. આ સિવાય કેટલાક લોકોએ કમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે આ વીડિયો બાંગ્લાદેશનો છે. આ ધ્યાનમાં રાખીને, YouTube પર કીવર્ડ સર્ચ કરતા અમને બાંગ્લાદેશી મીડિયા સંસ્થા JagoNews24નો વીડિયો જોવા મળ્યો . આ વીડિયોમાં વાયરલ વીડિયોની કેટલીક ફ્રેમ્સ જોઈ શકાય છે. આ વીડિયો બાંગ્લાદેશના કિશોરગંજની પાગલા મસ્જિદને આભારી છે.


વાયરલ વીડિયોમાં દેખાતી નોટો પણ બાંગ્લાદેશી કરન્સી ‘ટકા’ની છે.

આ સિવાય યુટ્યુબ પર વાયરલ થયેલા વીડિયોની જેમ બાંગ્લાદેશની પાગલા મસ્જિદના અન્ય પણ ઘણા વીડિયો છે. બાંગ્લાદેશની પાગલા મસ્જિદ તેના દાન માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહેવાલો અનુસાર, જાન્યુઆરીમાં આ મસ્જિદની આઠ દાન પેટીઓ ખોલવામાં આવી હતી, જેમાંથી 4.18 કરોડ રૂપિયા બહાર આવ્યા હતા.
Conclusion
શિરડી સાંઈ મંદિરના નામે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી નોટો બાંગ્લાદેશી કરન્સી ‘ટકા’ની છે. શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમો પાસે જતી નથી. વાયરલ વિડીયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
YouTube video of JagoNews24
Self Analysis
Tweets of Finance Ministry, posted in 2017
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044