Fact Check
શું ખરેખર PM મોદી પોતાને સૈથી મોટો લૂંટારો કહી રહ્યા છે?, જાણો શું છે વાયરલ વીડિયોનું સત્ય
PM Modi Speech, Edited video viral
પ્રધાનમંત્રી મોદી પર અવાર-નવાર ભ્રામક ખબરો અને એડિટેડ વિડિઓ વાયરલ થયેલા છે. આ ભ્રામક ખબરો અંગે ઘણા ફેકટચેક રજૂ કરવામાં આવેલ છે. ત્યારે સોશિયલ મીડિયા પર PM મોદી ના એક ભાષણ નો વિડિઓ વાયરલ થયો છે. આ વિડિઓમાં PM કહી રહ્યા છે કે “જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારો ના બનતો”
ફેસબુક યુઝર્સ ‘ભાજપ નો વિકાસ ગાંડો થયો છે’ દ્વારા ગઈકાલે PM મોદીનો આ વિડિઓ “अब तो खुद कबूल कर लिया” કેપશન સાથે શેર કરવામાં આવેલ છે. જે વાયરલ પોસ્ટ ફેસબુક પર 200થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે, તેમજ નરેન્દ્ર મોદી ના ભાષણના 10 સેકન્ડના વાયરલ વિડિઓ ને કુલ 9.7k લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

Factcheck / Verification
PM મોદી દ્વારા કરવામાં આવેલ ભાષણના વાયરલ વિડિઓ અંગે તપાસ શરૂ કરતા, સૌ પ્રથમ યુટ્યુબ પર Narendra Modi સત્તાવાર ચેનલ પર કેટલાક કીવર્ડ દ્વારા સર્ચ કરતા 10 Apr 2021 ના પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ બંગાળ ચૂંટણી સમયે સીલીગુરી ખાતે પ્રધાનમંત્રી મોદી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિડિઓ ધ્યાનપૂર્વક જોતા 1 કલાક ના આ ભાષણમાં 39:46 મિનિટ પછી PM દ્વારા એક ડાકુ લૂંટારા અંગે વાત કરવામાં આવે છે, આ વાર્તા દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા “જ્યારે હું નાની ચોરી કરતો હતો ત્યારે જો મારી માએ મને રોક્યો હોત તો હું આટલો મોટો લૂંટારો ના બનતો” વાક્ય બોલવામાં આવે છે.
આ જાહેરસભા અંગે વધુ માહિતી સર્ચ કરતા BJP West Bengal, ThePrint અને IndiaTV News દ્વારા પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 Apr 2021ના પશ્ચિમ બંગાળના સિલિગુડીના કાવાળીમાં રાજકીય રેલીને સંબોધન કર્યું હતું.
Conclusion
PM મોદી દ્વારા બંગાળ ચૂંટણી સમયે જાહેર સભા દરમિયાન કરવામાં આવેલ ભાષણના વિડિઓ ને ભ્રામક રીતે રજૂ કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં માત્ર સંપૂર્ણ ભાષણનો એક ભાગ શેર કરવામાં આવેલ છે. જે એડિટેડ પોસ્ટ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source
Youtube :-Narendra Modi
Youtube :-BJP West Bengal
ThePrint
IndiaTV
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044