Fact Check
2018નો જૂનો વિડીયો અમેરિકાના અલાસ્કામાં ભૂકંપ આવ્યો હોવાના નામે વાયરલ
Claim : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા
Fact : અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકાના નામે વાયરલ થઈ રહેલો વિડીયો ખરેખર 2018થી ઈન્ટરનેટ પર હાજર છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અમેરિકાના અલાસ્કામાં 7.4ની તીવ્રતાના ભૂકંપનું દ્રશ્ય છે. વીડિયોમાં એક ઘરમાં ભૂકંપના આંચકા વખતેના દર્શ્યો જોઈ શકાય છે.

દિવ્ય ભાસ્કર, સંદેશ ન્યુઝ, ફેક્ટ બુલેટિન અને સત્યા ન્યુઝ દ્વારા 16 જુલાઈ, 2023 ના રોજ પ્રકાશિત થયેલા લેખ અનુસાર, યુએસએના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે. આ ક્રમમાં, ન્યૂઝ24, ટીવી9 ભારતવર્ષ અને સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે.

Fact Check / Verification
અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકાના નામે શેર કરવામાં આવી રહેલા આ દાવાને ચકાસવા માટે અમે Google પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે આ વિડિયો વર્ષ 2018થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

લિટલ થિંગ્સ દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. જ્યાં વાયરલ વીડિયો હાજર છે. લેખમાં હાજર માહિતી અનુસાર, વાયરલ વીડિયો 5 ડિસેમ્બર 2018ના રોજ વાયરલ હોગ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ViralHog દ્વારા પ્રકાશિત ઉપરોક્ત વિડિયોના વર્ણન મુજબ, તે 30 નવેમ્બર, 2018ના રોજ અલાસ્કાના એન્કરેજમાં આવેલા ભૂકંપનો છે.

ઉલ્લેખનીય છે કે WKRC લોકલ 12 દ્વારા 2 ડિસેમ્બર, 2018ના રોજ પ્રકાશિત થયેલા લેખમાં આ વીડિયોને અલાસ્કાના એન્કોરેજના રહેવાસી જેસી એલમોરના ઘર તરીકે પણ દર્શાવવામાં આવ્યો છે.

Conclusion
અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના તીવ્ર આંચકાના નામે વાયરલ થઈ રહેલો વિડીયો ખરેખર 2018થી ઈન્ટરનેટ પર હાજર છે. મળતી માહિતી અનુસાર આ વિડીયો વર્ષ 2018ના રોજ અલાસ્કાના એન્કરેજમાં આવેલા ભૂકંપનો છે.
Result : Partly False
Our Source
YouTube video published by ViralHog on 5 December, 2018
Article published by WKRC Local 12 on 2 December, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044