Fact Check
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવા આવેલ વ્યક્તિ મુસ્લિમ હોવાના ભ્રામક દાવાનું સત્ય
Claim : સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ ઇસ્લામિક વ્યક્તિ
Fact : સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે.
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રોનો વિવાદનો અંત આવી ચુક્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંત ચિત્રો હટાવવામાં આવ્યા અને માફી માંગવામાં આવી હતી. આ ઘટના ક્રમની શરૂઆતમાં ભીંત ચિત્ર હટાવવાની માંગ સાથે એક વ્યક્તિ દ્વારા કુહાડી સાથે આ દીવાલો પર હુમલો કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ ઘટનાને “આદરણીય હિંદુ દેવ ભગવાન હનુમાનની પ્રતિમાને નષ્ટ કરી રહેલો એક ઇસ્લામિક મુસ્લિમ” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યા છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ એક ભ્રામક દાવો હોવાનું જણાયું છે.

Fact Checking / Verification
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ ઇસ્લામિક વ્યક્તિ અંગે ગુગલ સર્ચ કરતા zeenews દ્વારા 5 સપ્ટેમ્બર 2023ના પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. ભીંતચિત્રો હટાવવાના પ્રયાસ કરવાન હર્ષદ ગઢવી સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી હતી, આરોપી હર્ષદ ગઢવીએ સ્વામીનારાયણ સંતો પર આક્રોશ ઠાલવતા કહ્યુ કે મારો પ્રહાર વિચાર ધારા પર હતો, ચિત્ર પર નહિ.

આ અંગે 2 સપ્ટેમ્બરના news18 દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ, હર્ષદ ગઢવી નામની વ્યક્તિ દ્વારા હનુમાનજીની વિશાળ મૂર્તિ નીચે બનાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળરંગનું પોતું ફેરવી દીધું હતું અને પછી એક પછી એક ભીંતચિત્રો પર તોડફોડ શરુ કરી હતી. વધુમાં, પોલીસે જણાવ્યું છે કે આ વ્યક્તિની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઈ છે, મંદિરના વિશાળ પરિસરમાં હર્ષદ બગીચાના ભાગેથી છૂપાઈને અંદર ઘૂસ્યો હતો. પોલીસે આ હર્ષદની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે.

હર્ષદ ગઢવીની અટકાયત બાદ ગઢડા કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરાયા હતા. જે અંગેના અહેવાલો અહીં જોઈ શકાય છે. જયારે આ વિવાદ અંગે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વિવાદિત ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી અને સમસ્ત સનાતન ધર્મના લોકની માફી માંગી હતી. જે અંગેના મીડિયા અહેવાલો અહીં અને અહીં જોવા મળે છે.

Conclusion
સાળંગપુર મંદિર ખાતે હનુમાનજી ના ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ કરી કરેલ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે, જેઓ ધર્મથી હિન્દૂ છે. પોલીસે આ હર્ષદની સ્થળ પરથી અટકાયત કરી હતી અને નામદાર કોર્ટ દ્વારા તેમના જામની મંજૂર કરાયા હતા. સોશ્યલ મીડિયા યુઝર્સ મુસ્લિમ વ્યક્તિ દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરી રહ્યા છે.
Result : Partly False
Our Source
Media Report Of news18 , 2 Sept 2023
Media Report Of zeenews , 5 Sept 2023
Media Report Of Gujarat Tak , 4 Sept 2023
Media Report Of divyabhaskar , 5 Sept 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044