Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Uncategorized @gu
ક્લેમ :-
સોશિયલ મિડિયા પર whatsappના મેસેજનો સ્ક્રીન શોટ વાયરલ કરવામાં આવી રહ્યો છે, જેમાં નેપાળ 1950માં ભારત સાથે ચીનના ડરથી જોડાયું હતું. આ સાથે જવાહરલાલ નહેરુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
@AltNews Is it true?? pic.twitter.com/jVDJHY2uLf
— Rastravadi Ambuj singh (@Ambujsi10911900) January 12, 2020
વેરિફિકેશન :-
ટ્વીટર પર whatsappના મેસેજનો સ્ક્રીન શોટ વાયરલ કરવામાં આવ્યો છે. આ વાયરલ તસ્વીરમાં નેપાળ અને ભારતના 1950ના જોડાણને લઇ દાવો કરવામાં આવ્યો છે કે નેપાળના રાજા ત્રિભુવન દ્વારા ભારત એક હિન્દૂ રાજ્ય હોવાથી અને ચીન એક વામપંથી દેશ હોવાથી ચીનના ડરથી ભારત સાથે જોડાણ કર્યું હતું.
આ વાયરલ તસ્વીરના વાયરલ દાવાને ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળ્યા, નેપાળ 1950 રિવોલ્યુશન ઉપર ઘણા આર્ટિકલ જોવા મળે છે. nepalresearch, britannica વેબસાઈટ પર આ વિષય પર આર્ટિકલ જોવા મળે છે. જેના પરથી સાબિત થાય છે કે બ્રિટિશ શાશન બાદ નેપાળમાં કિંગ રાના અને કિંગ ત્રિભુવન બે ભાગમાં વહેચાઈ ગયું હતું.

કિંગ રાના નેપાળના રોયલ ફેમેલી કિંગ ત્રિભુવન વિરુદ્ધ રાજકીય ચળવળ ચાલવી રહ્યા હતા, અને કિંગ ત્રિભુવન લોકશાહી ઇચ્છતા હતા જેથી તેમણે ભારતના તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની મદદ વડે નેપાળમાં શાંતી લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

વાયરલ મેસેજમાં કરવામાં આવેલ દાવા મુજબ નેપાળ ચિનના ડરથી નહીં પરંતુ ગોરખાલી સેનાના પ્રધાન કિંગ રાનાના નેતૃત્વથી આઝાદી માટે અને નેપાળમાં લોકશાહી લાગુ કરવા માટે ભારત સાથે જોડાણ કર્યું હતું. વાયરલ મેસેજમાં કરવામાં આવેલ દાવો કે ચિન એક વામપંથી રાજ્ય હોવાથી ભારત સાથે જોડાણ કર્યું હોવાની વાત ખોટી સાબિત થાય છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING NEWS)
Prathmesh Khunt
April 9, 2022
Prathmesh Khunt
April 6, 2020
Prathmesh Khunt
January 15, 2020