ક્લેમ :-
“જામિયા મિલિયા ઇસ્લામિયાના છાત્રો દ્વારા પોલીસ જવાન પર લાઠી ચલાવવામાં આવી છે, જેને તેના કપડાથી ઓળખી શકાય છે.” સોશિયલ મિડિયા પર એક તસ્વીર સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.

વેરિફિકેશન :-
“पुलिस पर डंडा चलाते जामिया के छात्र। जिसे कपड़ो से भी पहचाना जा सकता है। ️ ️ ️ ️ ️ ️ ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले की” આ દાવા સાથે એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, જેમાં એક વ્યક્તિ પોલીસ જવાન પર લાઠી ઉગામી રહ્યો છે. જેને ફેસબુક અને ટ્વીટર પર ભ્રામક રીતે વાયરલ કરવામાં આવી છે.
पुलिस पर डंडा चलाते जामिया के छात्र।
जिसे कपड़ो से भी पहचाना जा सकता है।
️ ️ ️ ️ ️ ️
ये पुलिस वाले खाल उधेड़ दे इस मुल्ले की । pic.twitter.com/7ckkTPK5PP— Mahtab Ghaznavi (@Mahtab750) December 20, 2019
આ વાયરલ તસ્વીરના તથ્યો જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળે છે, જેમાં ન્યુઝ સંસ્થાન telegraphindia.com , oneindia.com દ્વારા પબ્લિશ કરાયેલા આર્ટિકલ જોવા મળે છે. આ ઘટના જૂન 2014ની છે જયારે યુપીના લખનઉમાં ભાજપ દ્વારા અખિલેશ સરકારનો વિરોધ ચાલી રહ્યો હતો.

તસ્વીરમાં ભાજપનો કાર્યકર્તા પોલીસ જવાન પર લાઠી ચાલવી રહ્યો છે, તે તસ્વીર 2014માં જયારે યુપીમાં અખિલેશ સરકાર હતી અને ત્યારે ભાજપ દ્વારા ચાલી રહેલા વિરોધ પ્રદશન સમયની છે.
આ ઉપરાંત વિરોધ પ્રદશનને લઇ કિવર્ડ સાથે સર્ચ કરતા યુટ્યુબ પર આ ઘટનાને લઇ કેટલાક વિડિઓ પણ મળી આવે છે. વાયરલ પોસ્ટને લઇ ફેક્ટ ચેક દરમિયાન મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ તસ્વીર 2014માં યુપીમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદશન સમયની છે. જેને હાલમાં ચાલી રહેલા CAB અને NRCના વિરોધમાં જામીયા કોલેજના વિદ્યાર્થી હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવી છે.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
GOOGLE IMAGE SEARCH
NEWS REPORTS
YOUTUBE SEARCH
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)